ન્યાયાધીશ જોસેફ વિશે પુનઃવિચાર કરવા માટે સુપ્રીમ કોર્ટના કોલેજિયમની બેઠક
Live TV
-
સરકારે 28 એપ્રિલે ન્યાયમૂર્તિને જોસેફને સપ્રીમ કોર્ટના ન્યાયાધિશ તરીકે પ્રમોશન આપવાની ભલામણ કરતી ફાઇલ કોલેજિયમને પરત કરી દીધી હતી. કોલેજિયમે સુપ્રીમ કોર્ટના જજ તરીકે બે નામની ભલામણ કરતી હતી
સુપ્રીમ કોર્ટના ન્યાયાધિશ મા ટે ઉત્તરાખંડ હાઇ કોર્ટના જસ્ટિસ કે.એમ. જોસેફનું નામ પરત ખેંચાયા પછી સુપ્રીમ કોર્ટનું કોલેજિયમ આજે ફરી એકવાર તેમના નામની વિચારણા કરશે. સીજેઆઇ દીપક મિશ્રાએ ગયા અઠવાડિયે જ ફરીવાર બેઠક બોલાવવાના સંકેત આપ્યા હતા. કોલેજિયમનું કોરમ પુરુ થયું હોવાના પગલે આ બેઠક બોલાવવામાં આવી રહી છે.
સરકારે 28 એપ્રિલે ન્યાયમૂર્તિને જોસેફને સપ્રીમ કોર્ટના ન્યાયાધિશ તરીકે પ્રમોશન આપવાની ભલામણ કરતી ફાઇલ કોલેજિયમને પરત કરી દીધી હતી. કોલેજિયમે સુપ્રીમ કોર્ટના જજ તરીકે બે નામની ભલામણ કરતી હતી જેમાં કે.એમ. જોસેફ અને ઇંદુ મલ્હોત્રાનો સમાવેશ થતો હતો. સરકારે ઇંદુ મલ્હોત્રાના નામને તો મંજૂરી આપી દીધી છે પણ જસ્ટિસ જોસેફની ફાઇલને પુન:વિચારણા માટે પરત મોકલી દીધી છે. સીજેઆઇ દીપક મિશ્રા, ન્યાયમૂર્તિ જે. ચેલમેશ્વર, ન્યાયમૂર્તિ રંજન ગોગોઈ, ન્યાયમૂર્તિ બી. લોકુર અને ન્યાયમૂર્તિ કુરિયન જોસેફના કોલેજિયમે કે.એમ. જોસેફના નામની ભલામણ કરી હતી.