કર્ણાટકના ચૂંટણી મેદાનમાં ઉતર્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
Live TV
-
કર્ણાટક વિધાનસભાની આગામી ચૂંટણી જીતવા માટે તમામ રાજકીય પક્ષો કમર કસી રહ્યા છે. પીએમ નરેન્દ્ર મોદીએ પણ એમાં જોશપૂર્વક ઝૂકાવી દીધું છે. ભાજપને જીતાડવા માટે એમણે ચૂંટણી પ્રચાર જોરશોરથી શરૂ કરી દીધો છે.
મંગળવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યમાં ચૂંટણી ઝૂંબેશનો આગાઝ કરતા કોંગ્રેસ અધ્યક્ષ રાહૂલ ગાંધી અને રાજ્યની કોંગ્રેસ સરકાર પર હમલો કર્યો છે. પ્રધાનમંત્રીએ કર્ણાટકની કોંગ્રેસ સરકાર પર ‘ઈઝ ઓફ ડુઈંગ મર્ડર’ની વિકસિત કરવાનો આરોપ લગાવ્યો છે.તેમણે આરોપ લગાવ્યો કે કેન્દ્રની પહેલાની કોંગ્રેસ સરકારે બેંકોને લુંટવાની ખુલી છૂટ આપી હતી જ્યારે ગરીબોને લોન નથી આપવામાં આવી.
પીએમ મોદીએ જણાવ્યું હતુ કે, આઝાદી પછી કોંગ્રેસને વિખેરવાનું મહાત્મા ગાંધીનું સપનું હતું, બધા રાજ્યોએ આવું કર્યું છે અને હવે કર્નાટકનો વારો છે. PMએ કહ્યું કે કર્ણાટકને કોંગ્રેસને સજા આપવાનું મન બનાવી લીધું છે. કર્ણાટક ઉડ્ડપીમાં રેલીને સંબોધિત કરતા PM મોદીએ કહ્યું કે આ વખતે કર્ણાટકની જનતાએ કોંગ્રેસને હરાવવાનું મન બનાવી લીધું છે.