મહાત્મ ગાંધીની 150મી જયંતિ પર કાર્યક્રમોની તૈયારી
Live TV
-
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મહાત્મા ગાંધીની 150મી જયંતિ પર આયોજીત થનારા કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરનારી રાષ્ટ્રીય સમિતિની કરશે અધ્યક્ષતા કરશે, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને ઘણા રાજ્યોના મુખ્યમંત્રી છે આ સમિતિના સભ્ય.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જયંતિ મનાવવા માટે બનાવાયેલી રાષ્ટ્રીય સમિતિની પ્રથમ બેઠકની આજે અધ્યક્ષતા કરશે. ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડૂ, પ્રધાનમંત્રી મોદી, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દીપસ મિશ્રા, પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી, મનમોહન સિંહ અને એચ.ડી.દેવગૌડા સમિતિના સભ્ય છે. આ સિવાય વરિષ્ઠ નેતા અને ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓ સમિતિમાં સામેલ છે. સમિતિને 2019માં મહાત્મા ગાંધીની 150મી જયંતિ મનાવવા માટે કાર્યક્રમ અને દિશાનિર્દેશ તૈયાર કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. સરકાર તેના માટે એકસો પચાસ કરોડ રૂપિયા નક્કી કર્યા છે. સમિતિ સમારોહનું આયોજન કરવાની તારીખ નક્કી કરશે. સંસ્કૃતિ મંત્રાલય આ આયોજનની નોડલ એજન્સી છે.