સંસદનું ચોમાસુ સત્ર આગામી 19 જુલાઇથી શરૂ થશે
Live TV
-
20 કાર્ય દિવસ ચાલનાર સંસદનું ચોમાસુ સત્ર 13 ઓગષ્ટે પુરૂ થશે.
સંસદનું ચોમાસુ સત્ર આગામી 19 જુલાઇ થી શરૂ થશે. 20 કાર્ય દિવસ ચાલનાર સંસદનું ચોમાસુ સત્ર 13 ઓગષ્ટે પુરૂ થશે. લોકસભા સચિવાલયે જણાવ્યું કે 17મી લોકસભાનું છઠ્ઠું સત્ર 19 જુલાઇથી 13 ઓગષ્ટ સુધી ચાલશે. રાજ્યસભા સચિવાલયે જણાવ્યું છે કે રાજ્યસભાનું 254મું સત્ર 19 જુલાઇથી શરૂ થઇને 13 ઓગષ્ટ સુધી ચાલશે. બન્ને ગૃહમાં 19 બેઠકો થશે. કોરોનાની બીજી લહેર વચ્ચે સત્રનું આયોજન કોવિડ પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે. આ ચોમાસા સત્ર દરમિયાન સરકાર વિવિધ વિધેયક રજુ કરી શકે છે.
