ભારત બાયટેકે કો-વેક્સીનનું ત્રીજુ ટ્રાયલ પૂર્ણ કર્યુ
Live TV
-
સીમ્ટોમેટીક કોરોના દર્દીઓ સામે કો-વેકસીન 63.6 ટકા અસરકારક છે.
ભારત બાયોટેકે કો-વેકસીનનું ત્રીજુ અને અંતિમ ચરણનું ટ્રાયલ પુરૂ કર્યું છે. અને તેના પરિણામો પણ જાહેર કર્યા છે. હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેકે કહ્યું કે તેમણે કો-વેકસીન માટે ફાયનલ ફેઝ-3 ના ડેટાનું વિશ્લેષણ કર્યું છે. અને તેની કો-વેકસીન કોરોનાના ગંભીર દર્દી અને ડેલ્ટા વેરીઅન્ટના દર્દીઓ ઉપર અસરદાર નિવડી છે. ભારત બાયોટેક દ્વારા ઇસ્યું ટ્રાયલ ડેટા અનુસાર ફાયનલ તબક્કામાં કો-વેકસીન કોરોના સામે 77.8 ટકા પ્રભાવી જાણવા મળી છે. ભારત બાયોટેકે કહ્યું છે કે કો-વેકસીન કોરોનાના ગંભીર કેસમાં 93.4 ટકા પ્રભાવી રહી છે. જ્યારે ખતરનાક ડેલ્ટા વેરીયન્ટ સામે આ રસી 65.2 ટકા અસરદાર સાબિત થઇ છે. કંપનીએ કહ્યું છે કે સીમ્ટોમેટીક કોરોના દર્દીઓ સામે કો-વેકસીન 63.6 ટકા અસરકારક છે.
