સંસદમાં બજેટ મુદ્દે નાણામંત્રીએ જવાબ આપ્યા
Live TV
-
11 ફેબ્રુઆરીએ બજેટ સત્રનું પ્રથમ તબક્કો પૂર્ણ થયો છે. પ્રથમ તબક્કાના છેલ્લાં દિવસે સંસદમાં સંબોધન કરતાં નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ પર ચર્ચાનો જવાબ આપતા કહ્યું કે, દેશની અર્થવ્યવસ્થા સંકટમાં નથી અને આર્થિક સુધારા દેખાય રહ્યાં છે.
11 ફેબ્રુઆરીએ બજેટ સત્રનું પ્રથમ તબક્કો પૂર્ણ થયો છે. પ્રથમ તબક્કાના છેલ્લાં દિવસે સંસદમાં સંબોધન કરતાં નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ પર ચર્ચાનો જવાબ આપતા કહ્યું કે, દેશની અર્થવ્યવસ્થા સંકટમાં નથી અને આર્થિક સુધારા દેખાય રહ્યાં છે. તેમણે ઉમેર્યું કે, એનડીએ સરકારે પોતાના શાસનકાળમાં નાણાકીય શિસ્ત જાળવી રાખ્યું છે. નાણામંત્રીએ એ પણ કહ્યું કે, મુદ્રા સ્થિતિ નિયંત્રણમાં રખાઈ છે ઉપરાંત ખાદ્ય મુદ્રા સ્થિતિ પણ સીમિત સ્તરથી વધી નથી. સરકારે ભરેલા પગલાના કારણે દેશની અર્થવ્યવસ્થા મજબૂત થઈ છે. તેમણે ઉમેર્યું કે, જીએસટી સંગ્રહમાં સતત સુધારો થઈ રહ્યો છે. મહત્વપૂર્ણ છે કે,. સંસંદના બંને ગૃહની કાર્યવાહી આગામી 2 માર્ચ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. ત્યારે આ દિવસે બજેટ સત્રનું બીજો તબક્કો શરૂ થશે.