Skip to main content
Settings Settings for Dark

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો કહેર, WHOએ જાહેર કર્યો ઘાતક વાયરસ 

Live TV

X
  • સમગ્ર દુનિયામાં કોરોના વાયરસનો કેર અટકવાનું નામ લઈ રહ્યો નથી. કોરોના વાયરસને પગલે ચીનમાં હાલત અતિ ગંભીર થઈ રહી છે.

    ચીનમાં અત્યારસુધીમાં કોરોના વાયરસના પગલે મૃત્યુ પામનારાઓની સંખ્યાં 1,110 પર પહોંચી ગઈ છે.વિશ્વ આરોગ્ય સંગઠન એટલે કે WHO એ મંગળવારે કહ્યું કે, ઘાતક કોરોના વાયરસનું સત્તાવાર નામ કોવિડ-19 હશે. 

    કોનો અર્થ કોરોના, વીનો અર્થ વાયરસ અને ડીનો અર્થ ડીસીઝ એટલે કે બિમારી છે. આ વાયરસની ઓળખ પહેલી વખત 31 ડિસેમ્બર 2019ના રોજ ચીનમાં થઈ હતી.WHOએ દુનિયા માટે ગંભીર ખતરો ગણાવ્યો છે. ઓસ્ટ્રેલિયા, ચીન, ફ્રાન્સ,. જર્મની., અને અમેરિકાની અનેક કંપનીઓ અને સંસ્થાન કોરોના વાયરસની રસી બનાવવાનો પ્રયાસ કરી રહી છે. સંયુક્ત આરબ અમીરાતમાં વસી રહેલા એક ભારતીય કોરોના વાયરસથી પ્રભાવિત થયાનું નિદાન થયું છે.

    દરમિયાન સ્વિત્ઝર્લેન્ડના જીનીવામાં વિશ્વ આરોગ્ય સંગઠને કોરોના વિરૂદ્ધ વૈશ્વિક કાર્યવાહી અંતર્ગત બે દિવસીય આંતરરાષ્ટ્રીય અનુસંધાન અને નવીનતા મંચનો પ્રારંભ કર્યો. તેમાં વિશ્વભરમાંથી વાયરસના રોગોના જાણકારો અને વૈજ્ઞાનિકો સહિત કુલ 400થી વધુ લોકો સામેલ થયા.જેમાં કોરોના વાયરસ સામે કેવી રીતે લડવુ અને કોરોના વાયરસને ડામવા શું કરી શકાય તે વિષય પર તજજ્ઞોએ માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતુ. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
apply