કેબિનેટમાં ખેડૂતો માટે લેવાયો નિર્ણય, નવું કીટનાશક બિલ લાવવાનો કરાયો નિર્ણય
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી. જેમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આ વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે, કેબિનેટની બેઠકમાં નવું કીટનાશક બિલ લાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ બિલમાં ખોટા કિટનાશકથી થતાં નુકસાન પર વળતર આપવાનો કાયદો બનાવવામાં આવ્યો છે. નવા બિલમાં ઓર્ગેનિક કીટનાશકને પ્રોત્સાહન આપવામાં આવશે. નવા કીટનાશક બિલમાં સંસદીય સમિતિનાં સુઝાવ પણ સામેલ કરવામાં આવ્યા છે.
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, મેજર પોર્ટસ ઓથોરિટી બિલને પણ કેબિનિટે મંજૂરી આપી દીધી છે. તો કેન્દ્ર સરકારે સાર્વજનિક ક્ષેત્રની 3 વીમા કંપનીઓને 2500 કરોડ રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે. પ્રકાશ જાવડેકરે વધુમાં જણાવ્યું હતું કે, વિવાદિત મામલાઓમાં કરદાતાઓને 50 ટકા જ રકમ ભરવાની રહેશે.
કેબિનેટ મંત્રી મનસુખ માંડવીઆએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, કચ્છના ધોળાવીરા અને લોથલ ખાતે વર્લ્ડ ક્લાસ હેરિટેજ કોમ્પલેક્ષ બનાવવામાં આવશે. તો ધોળાવીરા ખાતે ગેલરી બનાવવા માટે પોર્ટુગીઝ સાથે એમઓયુ સંપન્ન કરવામાં આવ્યું છે.