નિર્ભયા દુષ્કર્મ કેસ મામલે સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે સુનાવણી
Live TV
-
દિલ્હીના બહુચર્ચીત નિર્ભયા સામુહીક દુષ્કર્મ કેસના તમામ દોષિઓને સુપ્રીમકોર્ટે નોટિસ પાઠવી હતી. અને કહ્યું હતું કે, દોષિતોને એક સાથે ફાંસી દેવાના હાઈકોર્ટેના આદેશ પર હાલ રોક નથી. આ મામલે હવે સુપ્રીમકોર્ટ 13 ફેબ્રુઆરીના રોજ આગામી સુનાવણી કરશે.
દિલ્હીના બહુચર્ચીત નિર્ભયા સામુહીક દુષ્કર્મ કેસના તમામ દોષિઓને સુપ્રીમકોર્ટે નોટિસ પાઠવી હતી. અને કહ્યું હતું કે, દોષિતોને એક સાથે ફાંસી દેવાના હાઈકોર્ટેના આદેશ પર હાલ રોક નથી. આ મામલે હવે સુપ્રીમકોર્ટ 13 ફેબ્રુઆરીના રોજ આગામી સુનાવણી કરશે. બીજી તરફ દોષી વિનય શર્માએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા દયા માફી અરજી ફગાવી હોવાના આદેશને પણ સુપ્રીમકોર્ટમાં પડાકાર્યો છે. આ અરજીમાં તેણે મોતની સજા આજીવન કેદમાં બદલવાનો અનુરોધ કર્યો છે.રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 1 ફેબ્રુઆરીનાં રોજ વિનય શર્માની દયા માફી અરજી ફગાવી દીધી હતી. મહત્વપૂર્ણ છે કે, નિર્ભયા સામુહીક દુષ્કર્મ કેસ સંદર્ભે દિલ્હીની નીચલી અદાલતે ચારેય દોષી મુકેશકુમાર સિંહ, પવન ગુપ્તા, વિનયકુમાર શર્મા., અને અક્ષયકુમારની મોતની સજા પર આગામી આદેશ સુધી રોક લગાવી દીધી હતી.હાલ આ ચારેય દોષી દિલ્હીની તિહાડ જેલમાં બંધ છે.