સરકારે કરવેરા સાથે નિયમનોના પાલનની વિવિધ સમયમર્યાદા વધુ લંબાવવાની મંજૂરી આપી
Live TV
-
કોવિડ-19ને કારણે મૃત્યુ પર તથા સારવાર પર ખર્ચ માટે પ્રાપ્ત સહાયને કરમુક્તિ આપવાની જાહેરાત
સરકારે કરવેરા સાથે સંબંધિત વિવિધ નિયમનોના પાલન માટેની સમયમર્યાદા લંબાવવાની જાહેરાત કરી છે. સરકારે કોવિડ-19 સારવાર પર થયેલા ખર્ચ અને કોવિડ-19 ને કારણે થયેલા મૃત્યુ પર પ્રાપ્ત સહાયની રકમને પણ કરમુક્તિ આપવાની જાહેરાત કરી છે.
આ ઉપરાંત સરકાર દ્વારા ઘણા કરદાતાઓને કોવિડ-19 ની સારવાર માટેના ખર્ચને પૂર્ણ કરવા તેમની કંપનીઓ અને સગાસંબંધીઓ પાસેથી નાણાકીય મદદ મળી છે. આ મદદને કારણે આવકવેરાની કોઈ પણ પ્રકારની જવાબદારી ઊભી ન થાય એ સુનિશ્ચિત કરવા નાણાકીય વર્ષ 2019-20 અને પછીના વર્ષ દરમિયાન કોવિડ-19 ની સારવાર માટે કંપની પાસેથી કે અન્ય કોઈ પણ વ્યક્તિ પાસેથી તબીબી સારવાર માટે પ્રાપ્ત થયેલી રકમને કરમુક્તિ આપવાનો નિર્ણય લેવાયો છે.
કોવિડ-19 ને કારણે જીવ ગુમાવ્યાં હોય તેવા કરદાતાઓની કંપનીઓ અને શુભેચ્છકોએ તેમના પરિવારના સભ્યોને નાણાકીય સહાય કરી હોય તેવા કરદાતાના પરિવારના સભ્યોને રાહત પ્રદાન કરવા માટે નાણાકીય વર્ષ 2019-20 દરમિયાન અને પછીના વર્ષોમાં પરિવારજનોને અન્ય વ્યક્તિ પાસેથી પ્રાપ્ત અથવા મૃતક કરદાતાની કંપની પાસેથી પ્રાપ્ત સહાયની રકમને આવકવેરામાંથી મુક્તિ પ્રદાન કરવાનો નિર્ણય લેવાયો છે. કંપની પાસેથી પ્રાપ્ત રકમને કોઈ પણ પ્રકારની મર્યાદા વિના કરમુક્તિ આપવામાં આવશે અને અન્ય કોઈ વ્યક્તિઓ પાસેથી પ્રાપ્ત મહત્તમ કુલ રૂ. 10 લાખની રકમને કરમુક્તિ આપવામાં આવશે. આ નિર્ણયો માટે જરૂરી કાયદાકીય સુધારા આગામી સમયમાં રજૂ કરવામાં આવશે.
આ અંગેના વધારે સુધારાઓ અહીંથી જાણી શકો છો- https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1730415
