કેંદ્રીય આરોગ્ય સચિવે કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટને રોકવા રાજ્યોને લખ્યો પત્ર
Live TV
-
તમિલનાડુ, ગુજરાત, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક, પંજાબ, જમ્મુ કાશ્મીર અને હરિયાણા રાજ્યને વાયરસના ફેલાવા અને નિયંત્રણ માટે પગલાં ભરવા સૂચન કર્યું
કોરોના મહામારીની બે લહેર વચ્ચે હવે કોવિડ-19 ની ત્રીજી લહેર આવવાની સંભાવનાઓ દર્શાવવામાં આવી છે. ત્યારે તાજેતરમાં જ દેશના કેટલાક રાજ્યોમાં કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ વેરિયન્ટના કેસો નોંધાયા છે. જેને ધ્યાને લઇ આ ડેલ્ટા પ્લસ વેરીયન્ટને ફેલાતો અટકાવવા માટે કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભુષણે તમિલનાડુ, ગુજરાત, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક, પંજાબ, જમ્મુ-કાશ્મીર અને હરિયાણા રાજ્યના મુખ્ય સચિવને એક પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરીયન્ટને ફેલાતો રોકવાના નિર્દેશો કર્યા છે.
વધુમાં આરોગ્ય સચિવે રાજ્યોના પ્રભાવિત જિલ્લા અને સમૂહો તત્કાલ રોકથામ કરવાના ઉપાયો હાથ ધરવાનો નિર્દેશ આપ્યો છે. જેમાં ભીડ રોકવા સહિત લોકોને પરસ્પર મળવા તેમજ વ્યાપક પરિક્ષણ, ઝડપી તપાસ સહિતની તાકિદને આધારે રસીકરણનો સમાવેશ થાય છે. આરોગ્ય સચિવે રાજ્યોના સચિવોને તે સુનિશ્ચીત કરવા કહ્યું છે કે, પોઝીટીવ દર્દીના પર્યાપ્ત નમૂના તુરન્ત નિર્દીષ્ટ લેબોરેટરીમાં મોકલવામાં આવે જેથી કોરોના મહામારીની સાચી હકીકત જાણી શકાય.
