સ્વાસ્થ્ય મંત્રાલયે કર્યું પ્રેસ કોન્ફરન્સનું આયોજન; ડેલ્ટા વેરિયંટ અંગે આપી માહિતી
Live TV
-
તાજેતરમાં જ સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિષદમાં કોરોનાના એક્ટિવ કેસ, રિકવરી રેટ, કોરોનાના નવા વેરિયન્ટ ડેલ્ટા પ્લસ વાયરસ અંગે માહિતી આપવામાં આવી હતી. કોરોનાનો આ નવો વેરિયન્ટ ડેલ્ટા પ્લસ વાયરસ હાલ 12 દેશોમાં જોવા મળ્યો છે.
કોરોના વાયરસના ઘણા વેરિયાન્ટો સામે આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, દેશના પણ ઘણા રાજ્યોમાં મળીને કુલ 174 જિલ્લાઓમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટ જોવા મળ્યો છે. WHO ના જણાવ્યા મુજબ 4 "વેરિયંટ ઓફ કંસર્ન" છે. આ તમામ વેરિયન્ટને નિરિક્ષણ જરૂરી હોવાનું પણ સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું.
દેશમાં હાલ રસીકરણ અભિયાન અંતર્ગત આપવામાં આવી રહેલી બંને વેક્સિન કોવેક્સિન અને કોવિશિલ્ડ ડેલ્ટા પ્લસ સામે અસરકારક હોવાનું પણ પત્રકાર પરિષદમાં જણાવાયુ હતુ. કોરોનાની બીજી લહેર હજુ ખતમ થઇ નથી, જેથી કોવિડ ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવુ ખૂબ જરુરી છે. આ સાથે જ સ્વાસ્થ્ય મંત્રાલયે એમ પણ જણાવ્યુ હતુ કે, ગર્ભવતી મહિલાઓ પણ કોરોના વિરોધી વેક્સિન લઇ શકે છે.
