Skip to main content
Settings Settings for Dark

દેશમાં કોરોના સંક્રમણમાં સતત ઘટાડો, સક્રિય કેસ ઘટીને 6 લાખ 12 હજાર પર પહોંચ્યા

Live TV

X
  • દેશમાં હવે કોરોનાનું સંક્રમણ ઝડપથી ઘટી રહ્યું છે. દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના નવા 51 હજાર 667 કેસ નોંધાયા હતા, જ્યારે 64 હજાર 527 દર્દીઓ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા હતા. આ ઉપરાંત 1 હજાર 329 લોકોના મૃત્યુ થયા હતા. આ સાથે જ દેશમાં એક્ટિવ કેસનો આંકડો ઘટીને 6 લાખ 12 હજાર 868 પર પહોંચ્યો છે. તો રિકવરી રેટ વધીને 96.66 ટકા થયો છે. પોઝીટીવીટી રેટ પણ સતત 18માં દિવસે ઘટીને 2.98 ટકાએ પહોંચ્યો છે. અત્યાર સુધી દેશમાં કુલ 2 કરોડ 91 લાખ 28 હજાર 267 દર્દીઓ કોરોનાથી સ્વસ્થ થયા છે.
    દેશમાં હાલ વેક્સિનેશન અભિયાન પણ પૂર જોશમાં ચાલી રહ્યું છે ત્યારે ગત 24 કલાકમાં આશરે 60 લાખ 73 હજાર કરતા પણ વધુ લોકોને કોરોના વિરોધી રસી આપવામાં આવી છે, જયારે અત્યાર સુધીમાં કુલ 31 કરોડ 50 લાખ 45 હજાર 926 થી પણ વધુ લોકો વેક્સિનનો પ્રથમ ડોઝ લઇ કોરોના સામે રક્ષિત થયા છે. 
    દેશમાં કોરોના ટેસ્ટિંગની સ્થિતિની વાત કરીયે તો દેશમાં અત્યાર સુધીમાં કુલ 40,18,11,892 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાં છેલ્લા 24 કલાકમાં 17,45,809 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply