Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રીએ અયોધ્યા ડેવલોપમેન્ટ પ્રોજેક્ટનું વર્ચ્યુઅલ માધ્યમથી કર્યું નિરીક્ષણ

Live TV

X
  • આજ રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અયોધ્યા ખાતે નિર્માણ પામી રહેલા રામ મંદિર સહિતના વિકાસ કાર્યની વર્ચ્યુઅલ માધ્યમથી સમીક્ષા કરી હતી. વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આયોજિત આ સમિક્ષા બેઠકમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રામ મંદિર સહિતના વિકાસ કર્યો અંગે અયોધ્યા વિઝન ડોક્યુમેન્ટ રજુ કર્યું હતું. આ કાર્યક્રમમાં વિકાસકાર્ય સબંધીત અધિકારીઓએ પણ ઉપસ્થિત રહી ભાગ લીધો હતો. આ બેઠકમાં મંદિરની ભવ્યતા તેમજ બહોળા પ્રમાણમાં જન સમુહદાયને ધ્યાનમાં રાખીને અન્ય સુખ-સુવિધાઓનો ચિતાર એક પ્રેઝન્ટેશન મારફત આપવામાં આવ્યો હતો. જેની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સમિક્ષા કરવામાં આવી હતી.
    અયોધ્યા ખાતે આ સમગ્ર પ્રોજેકટમાં સાધુ સંતો માટે 5000 ટેન્ટ, સરયુ ઘાટનું બ્યુટીફિકેશન, 84 કોટીનો રૂટ, વિવિધ સરકીટો, અયોધ્યામાં ભગવાન રામની મૂર્તિ, પરિસરનું કેટલુ કામ થયું છે તે અને બાકી કામ કેટલા સમયમાં પૂર્ણ કરવામાં આવશે તેનું ટાઇમ-બાઉન્ડ લક્ષ્યાંક વગેરે જેવી બાબતો અંગે પ્રધાનમંત્રીએ  સમિક્ષા કરી હતી. કેન્દ્ર સરકારે અયોધ્યાને સ્માર્ટ, હેરીટેજ અને વૈદીક સીટી બનાવવાનું નક્કી કર્યું છે, ત્યારે તે પ્રમાણેની કામગીરીની સમિક્ષા થઇ રહી છે. આ ઉપરાંત અયોધ્યામાં આંતર રાષ્ટ્રીય એરપોર્ટની પણ મંજુરી આપવામાં આવી છે. આમ સર્વાંગીક વિકાસ અંગે આટલા મુદ્દાઓ પર ફોકસ કરવામાં આવી રહ્યો છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply