કર ચૂકવણી અંગે વિવિધ બાબતોમાં છૂટછાટ જાહેર કરતા નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુર
Live TV
-
પ્રવર્તમાન સ્થિતિને જોતા કોરના સાથે સાથે અર્થતંત્રને વધુ સુદ્રઢ બનાવવાના ઉદ્દેશ સાથે નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે શુક્રવારે મોટી જાહેરાત કરી છે. તેમેણે જણાવ્યું છે કે જે પણ વ્યક્તિ કોરોનાના દર્દીઓને સહાય માટે ચૂકવણી કરશે, તેમને કરમાં રાહત આપવામાં આવશે. કરદાતાઓને આવાસીય મકાનમાં રોકાણ કરવા બદલ પણ કર છૂટનો લાભ ત્રણ મહિનાથી વધુ સમય માટે વધારવામાં આવ્યો છે
અગત્યના દસ્તાવેજો તરીકે ઉપયોગી એવા પાન નંબર અને આધારકાર્ડને જોડવાનો સમયગાળો આગામી તા.30 સપ્ટેમ્બર સુધી વધારવામાં આવ્યો છે. વિવાદથી વિશ્વાસ તરફ વ્યાજ મુકત ચૂકવણીનો સમયગાળો પણ તા. 31 ઓગષ્ટ સુધી વધારવામાં આવ્યો છે.
આ અંગે વધુ માહિતી આપતા તેમણે કહ્યું કે ટી.ડી.એસ જમા કરવાની તારીખ 30 જૂનથી 15 જુલાઇ કરવામાં આવી છે. કર છુટ પ્રમાણ અને વિદેશી મુદ્રા પ્રાપ્તી પ્રમાણપત્ર ઇશ્યુ કરવાની તારીખ 15 જુલાઇ થી 31 જુલાઇ કરવામાં આવી છે. કરદાતાઓને કર ચૂકવણી માટે જાહેર કરાયેલી છૂટછાટ દ્વારા ઘણી રાહત મળશે.
