Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રીએ નશીલા પદાર્થોના ખતરાને ખતમ કરવા કામ કરતા લોકોનું કર્યું અભિવાદન

Live TV

X
  • આજે છે નશીલી દવાઓ અને ગેરકાયદેસર તસ્કરી વિરોધ આંતરરાષ્ટ્રીય દિવસ. આ દિવસને અનુલક્ષીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે 'આજે હું એ બધા લોકોનું અભિવાદન કરું છું જે આપણા સમાજમાંથી નશીલા પદાર્થોના ખતરાને ખતમ કરવા માટે ભૂમિગત રીતે કાર્ય કરે છે'. જીવનને બચાવવા માટે કરવામાં આવેલ આવો દરેક પ્રયાસ મહત્વપૂર્ણ છે. આખરે તો નશો પોતાની સાથે અંધકાર, વિનાશ અને બરબાદી લઈને આવે છે.

    પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું: "આવો આપણે #ShareFactsOnDrugs ના પ્રત્યે આપણી પ્રતિબધ્ધતાનું પુનરાવર્તન કરીએ અને નશીલા પદાર્થોથી મુક્ત ભારત પ્રત્યે આપણા દ્રષ્ટિકોણને સાકાર કરીએ. યાદ રાખો - વ્યસન ના તો સારું હોય છે અને ના તો એ કોઈ પ્રતિષ્ઠાની વાત છે." આ ઉપરાંત પ્રધાન મંત્રીએ એક જૂના #MannKiBaatના  એપિસોડની વાત કરતા નશીલા પદાર્થોના જોખમને કાબૂ કરવાના ઘણા ઉપાયો અંગે પણ વાત કરી.

    દર વર્ષે સમગ્ર વિશ્વમાં વ્યક્તિઓ, સમુદાયો અને વિવિધ સંસ્થાઓ દ્વારા આ વિષયને ટેકો આપવામાં આવે છે અને લોકોમાં જાગૃતિ લાવવાનું કાર્ય કરવામાં આવે છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply