Skip to main content
Settings Settings for Dark

કેન્દ્ર દ્વારા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 31 કરોડ 17 લાખથી વધુ રસી અપાઈ

Live TV

X
  • કોરોના સામે રક્ષણાત્મક પગલાં માટે કેન્દ્ર સરકાર દ્વારા અત્યાર સુધીમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 31 કરોડ 17 લાખથી વધુ મફત રસી આપવામાં આવી છે. કોવિડ -19ની મહામારીને નાથવા માટેના સુદ્રઢ પ્રયાસો ચાલી રહ્યાં છે. 

    આરોગ્ય મંત્રાલયે કહ્યું કે વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં હજી એક કરોડ 45 લાખથી વધુ રસી ઉપલબ્ધ છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે 19 લાખ 10 હજાર 650 રસી રાજ્યો અને પ્રદેશોમાં મોકલવામાં આવી છે, જે તેઓને આગામી ત્રણ દિવસમાં મળશે. પૂરતા પ્રમાણમાં રસીનો  જથ્થો જે તે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મોકલવાની પ્રક્રિયા પણ ઝડપી બનાવવામાં આવી છે જેથી રસીકરણ ઝુંબેશને વેગ મળે અને દરેક વ્યક્તિ રસી મૂકાવી સ્વાસ્થ્યની જાળવણી કરી શકે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply