Skip to main content
Settings Settings for Dark

નારકોટીક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા ડ્રગ એબ્યુઝ અને ઈલ્લલીસીટ ટ્રાફિકિંગ વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય દિવસની કરાઈ ઉજવણી

Live TV

X
  • ગુજરાત અને દમણ,દીવ, દાદરા અને નગર હવેલીનો અધિકારક્ષેત્ર ધરાવતા નારકોટીક્સ કંટ્રોલ બ્યુરોના અમદાવાદ ઝોનલ યુનિટ 26 મી જૂને ડ્રગ એબ્યુઝ અને ઈલ્લલીસીટ ટ્રાફિકિંગ સામે આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી કરી રહ્યું છે. યુ.એન. જનરલ એસેમ્બલીએ ડિસેમ્બર 1987 માં પસાર કરેલા ઠરાવમાં, દર વર્ષે 26 મી જૂનને “ડ્રગ એબ્યુઝ અને  ઈલ્લલીસીટ ટ્રાફિકિંગ સામે આંતરરાષ્ટ્રીય દિવસ” તરીકે જાહેર કર્યો હતો. દર વર્ષે આ ઘોષણાને અનુસરીને, 26 જૂને સમગ્ર વિશ્વમાં ડ્રગ્સના જોખમમાં જાહેર જનતાને જાગૃત કરવા અને ડ્રગ નિયંત્રણ માટે સમર્થન મેળવવા માટે મનાવવામાં આવે છે. વર્લ્ડ ડ્રગ ડે 2021 ની થીમ છે "શેર ફેક્ટસ ઓન ડ્રગ્સ, સેવ લાઇવ્સ".

    ડ્રગના જોખમ વિશે સામાન્ય લોકોને જાગૃત કરવા માટે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો ભારતમાં ડ્રગ કાયદાના અમલીકરણ માટેની રાષ્ટ્રીય નોડલ એજન્સી છે  એજન્સી દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓમાં સેમિનારો, શાળાઓ, કોલેજોમાં જાગૃતિ અભિયાનનો સમાવેશ થાય છે.

    કોવિડ -19 રોગચાળાને ધ્યાનમાં રાખીને આ વર્ષે  વેબિનાર જેવા સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા, લોકોમાં ટેલિકોમ સેવા અને રેડિયો ચેનલો દ્વારા માદક દ્રવ્યો વિરોધી સંદેશાઓ દ્વારા જાગૃતિ લાવવાનું કામ કરવામાં આવ્યું. ઉપરાંત, એનસીબી અમદાવાદના અધિકાર ક્ષેત્રમાં વિવિધ અગ્રણી સ્થળોએ ડ્રગ જાગૃતિના સંદેશાઓ ધરાવતા બેનરો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા જેમાં મોટી સફળતા મળી હતી.

    ●એનસીબી તેના ઓફિશિયલ ફેસબુક પેજ https://www.facebook.com/ncbahmedabad દ્વારા નિયમિતરૂપે ડ્રગ્સ અને તેના નુકસાનકારક અસરો અંગે જાગરૂકતા ફેલાવી રહી છે 
    ●અગ્રણી એનજીઓ સાથે સંકલન કરીને એનસીબી અમદાવાદ દ્વારા Art-A-Thon વિજેતાઓને ઇનામ વિતરણ કરાયું હતું
    ●સામાન્ય જનતામાં ડ્રગ જાગરૂકતા સામગ્રીવાળા પેમ્ફલેટનું વિતરણ કરાયું હતું
    ●સામાન્ય લોકોમાં જાગૃતિ માટે રેલ્વે સ્ટેશન, બસ સ્ટેન્ડ, શોપિંગ મોલ્સ જેવા અગ્રણી સ્થળોએ બેનરો પ્રદર્શિત કરાયા હતા
    ●ટેલિકોમ સેવા પ્રદાતાઓ દ્વારા એન્ટિ-ડ્રગ્સની સામાન્ય જાગૃતિ અને આઉટરીચ પર એસએમએસ મોકલવામાં આવ્યા હતા
    ●શાળાઓ, કોલેજો અને અગ્રણી એનજીઓ સાથે મળીને ડ્રગ જાગૃતિ અંગેના વિવિધ વેબિનારો યોજવામાં આવ્યા હતા

    સમાજમાં નશાને રોકવા અને નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવાના પ્રયાસોમાં આ પ્રકારની વ્યવસ્થા તેમજ જાગૃતિ અભિયાન અને આયોજનો મહત્વના પૂરવાર થાય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply