Skip to main content
Settings Settings for Dark

પશ્ચિમ રેલ્વેએ 100 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો ચલાવીને લક્ષ્ય હાંસલ કર્યું 

Live TV

X
  • ભારતીય રેલ્વેએ દેશભરના વિવિધ રાજ્યોમાં મિશન મોડમાં લિક્વિડ મેડિકલ ઓક્સિજન (LMO) પહોંચાડીને રાહત આપવાની પ્રક્રિયા ચાલુ રાખી છે.  આ જ ક્રમમાં પશ્ચિમ રેલ્વેએ ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન ચલાવવાની સદી ફટકારી છે. પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર આલોક કાંસલના સક્ષમ માર્ગદર્શન હેઠળ, પ્રતિકૂળ સંજોગો હોવા છતાં, રેલ્વેના કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા રાત-દિવસ મહેનત કરીને પ્રાધાન્ય ધોરણે ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો સફળતાપૂર્વક ચલાવવામાં આવી હતી. પરિણામે આ નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરવામાં આવી છે.
    પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુર દ્વારા જાહેર કરાયેલ એક પ્રેસ રિલીઝ મુજબ પશ્ચિમ રેલ્વેએ 100 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો ચલાવીને લક્ષ્ય હાંસલ કર્યું છે અને અત્યાર સુધીમાં આશરે 8971.19 ટન પ્રાણવાયુ દિલ્હી, ઉત્તરપ્રદેશ, હરિયાણા, પંજાબ, રાજસ્થાન, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક અને મહારાષ્ટ્ર સહિત 9 રાજ્યોમાં પૂરા પાડવામાં આવ્યો છે. આ ટ્રેનોમાં લગભગ 8971.19 લિક્વિડ મેડિકલ ઓક્સિજન (LMO) પરિવહન કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે પહેલી ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન નવીન પ્રયત્નોથી BWT વેગનમાં RO-RO સેવા અંતર્ગત ઓક્સિજન ટેન્કરોથી ભરેલી ટ્રક લોડ કરીને 25 એપ્રિલના ​​રોજ રાજકોટ ડિવિઝનમના હાપાથી કાલમ્બોલી (મહારાષ્ટ્ર) માટે રવાના થઈ હતી.  ત્યારબાદ, 100 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો પશ્ચિમ રેલ્વે દ્વારા સંચાલિત કરવામાં આવી છે.  26 જૂનના ​​રોજ, પશ્ચિમ રેલ્વેની 100 મી ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનને આંધ્રપ્રદેશના ગુંટુર માટે રાજકોટ ડિવિઝનના રિલાયન્સ રેલ ટર્મિનલ કાનાલુસથી રવાના કરવામાં આવી હતી, જેમાં 8 ઓક્સિજન ટેન્કરમાં 137.21 ટન ઓક્સિજન પરિવહન કરવામાં આવ્યું હતું. વહેલી તકે તેમના લક્ષ્યો સુધી પહોંચવા માટે લિક્વિડ મેડિકલ ઓક્સિજન (LMO) ને અગ્રતા પર અવિરત માર્ગ પર ચલાવવામાં આવી રહ્યું છે.આ ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો દ્વારા, દેશભરમાં ઓક્સિજનની તીવ્ર જરૂરિયાતવાળા કોવિડ -19 દર્દીઓને મેડિકલ ઓક્સિજન આપવામાં આવ્યું હતું, જેનાથી ઘણા નાગરિકોના કિંમતી જીવ બચાવવામાં આવી શક્યા.  ભારતીય રેલ્વે ઓક્સિજનની જરૂરિયાતવાળા રાજ્યોને ટૂંક સમયમાં શક્ય તેટલું લિક્વિડ મેડિકલ ઓક્સિજન સપ્લાય કરવા પ્રતિબદ્ધ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply