આજે પ્રધાનમંત્રી "મન કી બાત" કાર્યક્રમમાં પોતાના વિચારો રજુ કરશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી અને દૂરદર્શન પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો વ્યક્ત કરશે. મન કી બાત કાર્યક્રમની આ 78મી કડી હશે. આજે સવારે હિન્દીમાં મન કી બાત કાર્યક્રમના પ્રસારિત થયા બાદ પ્રાદેશિક ભાષાઓમાં તેના ભાવાનુવાદનું પ્રસારણ કરવામાં આવશે. મન કી બાત કાર્યક્રમના પ્રાદેશિક ભાષાઓમાં ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ આજે રાત્રે આઠ વાગે જે-તે ભાષાના આકાશવાણી તેમજ દૂરદર્શન કેન્દ્રો પરથી કરવામાં આવશે.આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના તમામ નેટવર્ક પરથી પ્રસારિત કરવામાં આવશે તથા આકાશવાણી સમાચારની વેબસાઈટ www.newsonair.com તથા ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ ઉપર પણ પ્રસારિત થશે. લોકો નમો એપ અને mygov ઓપન ફોરમમાં તેમના મંતવ્યો રજુ કરી શકે છે. અથવા ટોલ-ફ્રી નંબર 1800-11-7800 પણ ડાયલ પણ કરી શકે છે અને હિન્દી અથવા અંગ્રેજી બંને ભાષામાં પ્રધાનમંત્રી માટે સંદેશ રેકોર્ડ કરી શકે છે. ઉપરાંત 1922 પર કોલ પણ કરી શકે છે અને પ્રધાનમંત્રીને સીધા તેમના સૂચનો આપવા માટે એસએમએસમાં પ્રાપ્ત લિંકને ફોલો કરવાની રહેશે.
