Skip to main content
Settings Settings for Dark

છેલ્લાં 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 48,698 કેસ નોંધાયા 

Live TV

X
  • દેશમાં કોરોનાનું સંક્રમણ ધીમે ધીમે કાબૂમાં આવી રહ્યું છે. છેલ્લાં 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 48,698 કેસ નોંધાયા હતા.જ્યારે 64 હજાર 818 દર્દીઓ સાજા થયા છે. આ દરમિયાન 1 હજાર 183 લોકોના મૃત્યુ થયા. હાલ દેશમાં કોરોનાના 5 લાખ 95 હજાર એક્ટિવ કેસ છે. જ્યારે રિકવરી રેટ એટલે કે સાજા થવાનો દર વધીને 96.72 ટકા પર પહોંચ્યો છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસનો આંક 2 કરોડ 91 લાખ 93 હજાર પર પહોંચ્યો છે. જ્યારે કુલ મૃત્યુઆંક 3 લાખ 94 હજાર 493 પર પહોંચ્યો છે. તો બીજી  તરફ દેશમાં કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ વેરીયન્ટને ફેલાતો અટકાવવા કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભુષણે તમિલનાડુ, ગુજરાત, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક, પંજાબ, જમ્મુ-કાશ્મીર અને હરિયાણાના મુખ્ય સચિવોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરીયન્ટને ફેલાતો રોકવાનો નિર્દેશ કર્યો છે....  જ્યારે  દેશમાં કોરોના દર્દીઓની મદદ માટે નાંણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે શુક્રવારે મોટી  એક જાહેરાત કરતા  કહ્યું , કે જે  વ્યક્તિ કોરોનાના દર્દીઓને સહાય માટે ચૂકવણી કરશે. તેમને કરમાં રાહત આપવામાં આવશે. આ ઉપરાંત કરદાતાને આવાસીય મકાનમાં રોકાણ કરવા બદલ પણ કર છૂટનો લાભ ત્રણ મહિના માટે વધારવામાં આવ્યો છે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply