દેશમાં અત્યાર સુધી કુલ 31 કરોડ 50 લાખ 45 હજારથી વધુ લોકોને વેક્સિનના ડોઝ અપાયા
Live TV
-
દેશમાં રસીકરણ અભિયાન ઝડપથી આગળ વધી રહ્યું છે. અત્યાર સુધી દેશમાં કુલ 31 કરોડ 50 લાખ 45 હજારથી વધુ લોકોને વેક્સિનના ડોઝ અપાયા. જ્યારે શુક્રવારે સમગ્ર દિવસ દરમિયાન 61 લાખ 19 હજારથી વધુને વેક્સિન અપાઇ. અત્યાર સુધી 31 કરોડ 17 લાખ વેક્સિનના ડોઝ કેન્દ્ર સરકારે અલગ-અલગ રાજ્ય સરકારોને ફાળવ્યા. તો વિવિધ રાજ્યો પાસે હજુ પણ એક કરોડ 45 લાખ વેક્સિનના ડોઝ ઉપલબ્ધ છે. કોરોનાના ટેસ્ટની વાત કરીએ તો, અત્યાર સુધી 40 કરોડ 18 લાખ 11 હજારથી વધુ લોકોના કોરોનાના ટેસ્ટ કરાયા. જ્યારે છેલ્લા 24 કલાક દરમિયાન 17 લાખ 45 હજારથી વધુ લોકોના કોરોનાના ટેસ્ટ કરાયા. મહત્વનું છે કે, ભારત સરકાર દ્વારા વહેલી તકે તમામ લોકોને રસી પ્રાપ્ત થાય તે માટે 'સૌને મફતમાં રસી' અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેને સારી એવી સફળતા મળી રહી છે.
