સરકારે રિટેલ અને હોલસેલ વેપારનો MSMEમાં સમાવેશ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે: પ્રધાનમંત્રી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, સરકારે રિટેલ અને હોલસેલ વેપારનો MSMEમાં સમાવેશ કરવાનો મોટો અને મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, તે આપણા કરોડો વેપારીઓને સરળ નાણાં, અન્ય વિવિધ લાભો અને તેમના વ્યવસાયને વેગ આપવા માટે મદદ કરશે. વધુમાં ઉમેર્યું કે, સરકાર વેપારીઓને સશક્ત બનાવવા માટે પ્રતિબદ્ધ છે.
MSMEના પ્રધાન નીતિન ગડકરીએ ગઈકાલે MSMEમાં રિટેલ અને હોલસેલ વેપારનો સમાવેશ કરીને સુધારેલી માર્ગદર્શિકા જાહેર કરી હતી.નીતિન ગડકરીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર MSMEને મજબૂત બનાવવા તેમજ આર્થિક વિકાસ કરવા માટે પ્રતિબદ્ધ છે. મંત્રીએ કહ્યું કે, સુધારેલી માર્ગદર્શિકાથી 2.5 કરોડ રિટેલ અને હોલસેલ વેપારીઓને ફાયદો થશે. તેમણે કહ્યું હતું કે, રિટેલ અને હોલસેલ વેપારને MSMEમાં સમાવેશ બાદ , હવે સુધારેલી માર્ગદર્શિકા હેઠળ, રિટેલ અને હોલસેલ વેપારને આરબીઆઈની માર્ગદર્શિકા હેઠળ પ્રાધાન્ય ક્ષેત્રના ધિરાણનો લાભ મળશે.
