Skip to main content
Settings Settings for Dark

સિમાંકન કમીશન આજે જમ્મુ-કાશ્મીરની મુલાકાતે

Live TV

X
  • હાલની વિધાનસભા બેઠકોનું સિમાંકન અને તેના પુનઃ નિર્ઘારણ માટે આયોગ કરશે રાજકીય દળો અને ચૂંટણી પંચના અધિકારો સાથે વાતચીત. રાજકીય દળોએ સિમાંકન કમીશનની આ મુલાકાતને ગણાવી ખુબજ મહત્વપૂર્ણ.

    સેવા નિવૃત ન્યાયધીશ રંજના પ્રકાશ દેસાઇની અધ્યક્ષતામાં સીમાંકન કમિશન આજથી કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરની મુલાકાત લેશે.. તેઓ દક્ષિણ કાશ્મીરમાં પહેલગામ સહિત ચાર સ્થાનો પર જિલ્લા નિર્વાચીન અધિકારીઓ, ડેપ્યુટી કમિશરો અને રાજકીય પક્ષો સાથે વાતચીત કરશે. સીમાંકન કમિશન જમ્મુ કાશ્મીર પુર્નગઠન અધિનિયમ 2019 હેઠળ ચાલી રહેલી સીમાંકનની પ્રક્રિયા અંગે સૂચનાઓ તથા જાણકારી એકત્રિત કરવાનું કામ કરશે..  જમ્મુ કાશ્મીરના ચાર દિવસીય પ્રવાસમાં સીમાંકન કમિશન 7 જુલાઇએ અનંતનાગ, પુલગામ, પુલવામા,અને શોપિયા જિલ્લાના નિર્વાચીન અધિકારીઓ સાથે વાતચીત કરશે.. મહત્વનુ છે કે ગત વર્ષ માર્ચમાં સીમાંકન કમિશનની રચના કરવામાં આવી હતી પરંતુ કોવિડ મહામારીને કારણે માર્ચ 2021માં તેનો કાર્યકાળ એક વર્ષ માટે વધારવામાં આવ્યો છે..
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
apply