સીપલાને મોડર્ના વેક્સિનની આયાત માટે ડ્રગ્સ કંટ્રોલર ઇન્ડિયાની મંજૂરી
Live TV
-
કોરોના મહામારીના પડકારને પહોંચી વળવા વેક્સિનની શોધ અને મંજૂરી અગત્યના છે. વધુને વધુ લોકોને રસી આપી આ મહામારી સામે પ્રતિકારની રક્ષણાત્મક અસર ઉભી કરવા માટે સરકાર પ્રયત્નશીલ છે. એક વધુ વેક્સિનનો ઉમેરો થતાં હવે ભારતમાં ચાર વેક્સિનને મંજૂરીમાં સમાવિષ્ટ કરવામાં આવી છે.
દેશમાં વધુ એક વેક્સિનને તાકીદની વેકસીન તરીકે મંજૂરી મળી ગઇ છે. મોડર્ના વેકસીનને મળેલી મંજૂરી બાદ દેશમાં હવે ચાર વેક્સિનનો ઉપયોગ થઇ શકશે. સીપલાને મોડર્ના વેક્સિનની આયાત માટે ડ્રગ્સ કંટ્રોલર ઇન્ડિયાની મંજૂરી મળી ગઇ છે. તેની સરકારે જાહેરાત કરી છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર વિકસીત કરેલી પ્રથમ વેક્સિન મોડર્નાને ન્યુ ડ્ર્ગ્સ પરવાનગી આપવામાં આવી છે. આ મંજૂરી તાકીદના ઉપયોગ માટે છે. દેશમાં હવે ચાર વેક્સિન, કો-વેક્સિન, કોવિશિલ્ડ, સ્પુતનીક અને મોડર્ના સામેલ છે.
નિતી આયોગના સભ્ય ડૉ.વી.કે પોલે આ જાણકારી આપી છે. ભારત દુનિયામાં સૌથી વધુ વેક્સિનેશન કરનાર દેશ બની ગયો છે. જ્યારે બાળકોની વેક્સિન માટે પણ દેશમાં ઝડપી કામ ચાલી રહ્યું છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે વિશેષજ્ઞ સમિતિ, ગર્ભવતી મહિલાને કોવિડ વેક્સિન આપવા અંગે વિચારણા કરી રહી છે અને ઝડપથી તે માટેની ગાઇડલાઇન જાહેર કરાશે.
