‘કો-વેક્સિન’ ને દેશમાં ત્રીજા ચરણના પરીક્ષણ માટે મંજૂરી મળી
Live TV
-
વિશ્વના બીજા દેશોની સરખામણી કરીએ તો ભારતમાં રિકવરી રેટ ઘણો જ સારો છે અને સંક્રમિત લોકોનો મૃત્યુ દર ઘટી રહ્યો છે. એવામાં કોવિડ-19 ની જે વેક્સીનની ટ્રાયલ માટે ત્રીજા ચરણની મંજુરી આપી દેવામાં આવી છે.
વિશ્વના બીજા દેશોની સરખામણી કરીએ તો ભારતમાં રિકવરી રેટ ઘણો જ સારો છે અને સંક્રમિત લોકોનો મૃત્યુ દર ઘટી રહ્યો છે. એવામાં કોવિડ-19 ની જે વેક્સીનની ટ્રાયલ માટે ત્રીજા ચરણની મંજુરી આપી દેવામાં આવી છે.
કોવિડ-19 ની મહામારીને લઇને ભારતના આંકડા ઘણા સારા છે. વિશ્વના બીજા દેશોની સરખામણી કરીએ તો ભારતમાં રિકવરી રેટ ઘણો જ સારો છે અને સંક્રમિત લોકોનો મૃત્યુ દર ઘટી રહ્યો છે. એવામાં કોવિડ-19 ની જે વેક્સીનની ટ્રાયલ માટે ત્રીજા ચરણની મંજુરી આપી દેવામાં આવી છે.
કેન્દ્ર અને રાજ્ય સરકારોના પ્રયાસો વચ્ચે વેક્સીન પર પણ ઝડપી કામગીરી કરી રહી છે. ભારત બાયોટેકને કોવિડ-19 વેક્સીન ‘કોવાક્સિન’ ને ફેઝ 3 ના ટ્રાયલ માટે મંજુરી આપી દીધી છે. ફેઝ 3 ના ટ્રાયલ નવેમ્બરના પહેલા સપ્તાહમાં શરૂ થશે. ફેઝ 3 ના ટ્રાયલમાં દેશમાં 19 જગ્યાઓ પર 22 હજાર લોકોમાં પ્રયોગ કરવામાં આવશે. આ સ્વદેશી વેક્સીનની દિશામાં મોટું પગલું છે. આ સિદ્ધીથી કોવિડની વેક્સીનને લઇને ઘણી મોટી આશાઓ છે. સરકારનું લક્ષ્ય છે કે જાન્યુઆરી થી જુલાઈ 2021 ની વચ્ચે 20 થી 25 કરોડ લોકોને વેક્સીન આપવામાં આવશે. સરકાર બધા રાજ્યોમાંથી વેક્સીન માટેનું લિસ્ટ માંગ્યું છે. સૌથી પહેલા પ્રાથમિકતાના આધારે વેક્સિન આપવામાં આવશે. વેક્સીનને રાજ્યો સુધી અને દુર-દુર સુધીના લોકોને પણ વેક્સીન પહોંચે તેની તૈયારીઓ ચાલી રહી છે. ભારત વિશ્વભરમાં 60% થી વધુ વેક્સીન નિકાસ કરશે એવી પુરા વિશ્વની નજર ભારત પર રહેલી છે.
કોરોના સામેની જંગમાં ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોના પ્રયત્નોથી પરિસ્થિતી નિયંત્રણમાં લાવવામાં આવી રહી છે. ઝડપથી ટેસ્ટીંગ અને સાચો ઇલાજ કરીને ન તો સંક્રમણને ફેલાવતો રોકી શકાય છે પણ દર્દીનું જીવન પણ બચાવવામાં આવી રહ્યા છે. શુક્રવારે ચુંટણી પ્રચાર માટે બિહાર પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કેંદ્ર અને રાજ્ય સરકારોના પગલાથી ભારતમાં કોરોના સામે જંગની વિશ્વના બાકી દેશોની સરખામણીમાં સારી સ્થિતી છે.
PM મોદીની રેલી દરમ્યાન કોરોના પ્રોટોકોલનું સંપુર્ણ ધ્યાન રાખવામાં આવ્યું હતું. મંચ પર 2 સ્ટેજ બનાવવામાં આવ્યા હતા. વડાપ્રધાન મોદી અને બીજા નેતાઓ માટે અલગ અલગ સ્ટેજ હતું. સ્ટેજમાં નેતાઓની ખુર્સીઓને પણ દુર-દુર રાખવામાં આવી હતી. જેથી 2 ફુટનું અંતર બન્યું રહે. સામાન્ય નેતાઓની સાથે નેતાઓ માટે પણ સેનેટાઇજેશન અને બે ફુટનું અંતર રહે તેનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. ભાષણ પુરૂ થયા બાદ PM મોદીના સ્ટેજ પર બેઠેલા નેતાઓ દુરથી જ અભિવાદન સ્વિકાર કર્યું હતું.
આ વચ્ચે કોવિડ સામેની લડાઇમાં ભારત માટે સારા સમાચાર આવ્યા છે. 2 મહિના બાદ પહેલીવાર દેશમાં સક્રિય કેસની સંખ્યા 7 લાખની નીચે આવી ગઇ છે.
હવે દેશમાં કુલ સક્રિય કેસની સંખ્યા 6 લાખ 95 હજાર 509 છે. આ કુલ કેસના માત્ર 8.96 ટકા છે. આ પહેલા સક્રિય કેસની સંખ્યા 7 લાખથી નીચે 22 ઓગસ્ટના રોજ જોવા મળ્યા હતા. અત્યાર સુધી કુલ રિકવરી કેસ 69 લાખ 48 હજાર 497 થઇ ગઇ છે. સક્રિય કેસમાં અને રિકવરી કેસ વચ્ચે અંતર લગભગ વધી રહ્યો છે અને આ અંતર 62 લાખ 52 હજાર 988 છે. રિકવરી થવાના સક્રિય કેસની સરખામણીમાં લગભગ 10 ગણી વધુ છે. છેલ્લા 24 કલાકમાં 73,979 દર્દીઓ સાજા થયા છે અને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.