મન કી બાતના નવા ભાગમાં આજે પ્રધાનમંત્રી પોતાના વિચારો રજુ કરશે
Live TV
-
આજે 11 વાગ્યે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મન કી બાત કાર્યક્રમના નવા ભાગમાં પોતાના વિચારો રજુ કરશે, જેનું ઓલ ઇન્ડિયા રેડિયો, ડીડી ન્યૂઝ, વડાપ્રધાન કાર્યાલય તથા માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર જીવંત પ્રસરણ થશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 11 વાગ્યે ઓલ ઈન્ડિયા રેડિયો પરથી મન કી બાત કાર્યક્રમના નવા ભાગમાં પોતાના વિચારો રજુ કરશે. આ વખતે 70મી વાર મન કી બાત કાર્યક્રમનુ પ્રસારણ થવા જઈ રહ્યું છે. આ પહેલા, ગત મહિનાના અંતે તારીખ 27 સપ્ટેમ્બર ના રોજ પ્રધાનમંત્રી દ્વારા મન કી બાત કાર્યક્રમ યોજવામા આવ્યો હતો. થોડા સમય પહેલા જ પ્રધાનમંત્રીએ ટ્વિટ કરીને લોકોને કહ્યુ હતુ કે તેઓ નમો એપ, માય ગવર્મેન્ટ અથવા 1800117800 નંબર પર પોતાના સવાલો અને સૂચનો રેકોર્ડ કરીને મોકલી શકે છે. જો કે સવાલો અને સૂચનો મોકલવાની છેલ્લી તારીખ 23 ઑક્ટોબર હતી. આજે 11 વાગ્યે ઓલ ઈન્ડિયા રેડિઓ, ડીડી ન્યૂઝ, પ્રધાનમંત્રી કાર્યાલય તથા માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર મન કી બાતનુ જીવંત પ્રસારણ કરવામાં આવશે.