રક્ષા મંત્રી આજે સિક્કિમની સરહદ ચોકીઓ પર તૈનાત જવાનો સાથે કરશે વાતચીત
Live TV
-
રક્ષામંત્રી રાજનાથ સિંહની પશ્ચિમ બંગાળ અને સિક્કિમની મુલકાતના બીજા દિવસે એટલે કે આજે રાજનાથ સિંહ સિક્કિમ સરહદ ચોકીઓ પર તૈનાત જવાનો સાથે વાતચીત કરશે અને શસ્ત્ર પૂજનમાં ભાગ લેશે સાથે જ બીઆરઓના પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે.
પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લાની અને સિક્કિમની મુલાકાતના બીજા દિવસે એટલે કે આજે રક્ષા મંત્રી રાજનાથ સિંહ સિક્કિમની સરહદ ચોકીઓ પર તૈનાત જવાનો સાથે વાતચીત કરશે. રાજનાથ સિંહ આજે દશેરા પર્વ પર થનારી શસ્ત્ર પૂજામાં ભાગ લેશે અને સાથે જ સિક્કિમમાં બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન (બીઆરઓ)ના નવા પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે.
ગઈકાલે રક્ષા મંત્રી રાજનાથ સિંહ દાર્જીલિંગ જિલ્લાના સુકના મિલિટરી કેમ્પમાં પહોંચ્યા હતા. તેમની સાથે આર્મી સ્ટાફ ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણે પણ હાજર હતા. સેના અને બીઆરઓ સાથેની તેમની મુલાકત ઉપરાંત રાજનાથ સિંહ ગંગટોકમાં એક મંદિરનું ઉદઘાટન કરવાના છે. સિક્કિમના મુખ્ય સચિવ એસ.સી. ગુપ્તાએ ગઈકાલે વહીવટી અધિકારીઓ સાથે પ્રારંભિક બેઠક કરી હતી જેમાં 17મોં માઉન્ટેન વિભાગના અધિકારી, જીઆરઇએફ અને બીઆરઓના અધિકારી, આરોગ્ય અને પર્યટન વિભાગના અધિકારીઓ હાજર હતા.