12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટ પર વિશેષ નજર: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી
Live TV
-
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને કહ્યું કે, ‘12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટ પર વિશેષ નજર રાખવામાં આવી રહી છે'. ડૉ. હર્ષવર્ધને કહ્યું છે કે ડેલ્ટા પ્લસ ચિંતાનો વિષય છે અને જે 12 રાજ્યોમાં આ પ્રકાર જોવા મળ્યા છે ત્યાં વિશેષ દેખરેખ રાખવામાં આવી રહી છે. આજે 29 મી જૂથ મંત્રીઓની બેઠકમાં સંબોધન કરતાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, વૈજ્ઞાનિકો આ વાયરસની ગંભીરતા, રોગ સંક્રમણ અને રોગપ્રતિકારક બચાવ વિશે અભ્યાસ કરી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે રસી પર વાયરસની અસરનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. કોવિડ -19 કેસોમાં નોંધપાત્ર ઘટાડા વિશે તેમણે કહ્યું કે, દેશમાં 14 રાજ્યોમાં પ્રતિ દાસ લખે 100 કરતા ઓછા કેસ જોવા મળી રહ્યા છે.
ડૉ. હર્ષવર્ધને જણાવ્યું હતું કે, ભારત કોવિડ રસી ડોઝની કુલ સંખ્યાના વહીવટમાં યુનાઈટેડ સ્ટેટ્સથી આગળ નીકળી ગયું છે. તેમણે કહ્યું કે, દેશમાં અત્યાર સુધીમાં 32 કરોડ 36 લાખથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે, જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સમાં 32 કરોડ 33 લાખથી વધુ રસીના ડોઝ આપવામાં આવી છે.
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરી, રસાયણ અને ખાતર રાજ્યમંત્રી મનસુખ માંડવીયા આરોગ્ય અને કુટુંબ કલ્યાણ રાજ્યમંત્રી અશ્વિનીકુમાર ચૌબે બેઠકમાં હાજર રહ્યાં હતા. સભ્ય આરોગ્ય નીતિ આયોગ, ડૉ.વી.કે.પૌલ, આઇસીએમઆરના ડાયરેક્ટર જનરલ બલરામ ભાર્ગવ, આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓએ પણ બેઠકમાં ભાગ લીધો.
