Skip to main content
Settings Settings for Dark

16 વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓના કોચિંગ પર પ્રતિબંધ: કેન્દ્ર સરકારનો નિર્ણય

Live TV

X
  • કેન્દ્ર સરકારે આ ગાઈડલાઈન દેશભરમાં NEET કે JEEની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓના વધતા સુસાઈડ કેસને લઈને લીધા છે.

    ગુરુવારે કેન્દ્ર સરકાર દ્વારા કોચિંગ સેન્ટરોને લઈને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં સરકારે શૈક્ષણિક સંસ્થાઓ માટે નવી ગાઈડલાઈન્સ બહાર પાડીને કોચિંગ સેન્ટરો પર કડક કાર્યવાહી કરી છે. આ નવી ગાઈડલાઈનના અનુસાર, હવે કોઈ પણ ક્યાંય પણ અને ગમે ત્યારે પ્રાઈવેટ કોચિંગ સેન્ટર નહીં ખોલી શકે અને તેના માટે કોચિંગ સેન્ટરનું રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. આ ઉપરાંત 16 વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓના કોચિંગ પર પ્રતિબંધ મૂકી દીધો છે.

    કેન્દ્ર સરકારે કહ્યું કે; આ આદેશોનું ઉલ્લંઘન કરનારાઓ પર 1 લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે. આ ઉપરાંત કોચિંગ ક્લાસનું રજીસ્ટ્રેશન પણ રદ થઇ શકે છે.  

    કેન્દ્ર સરકારે આ ગાઈડલાઈન દેશભરમાં NEET કે JEEની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓના વધતા સુસાઈડ કેસ અને દેશમાં બેફામ કોચિંગ સેન્ટરની દાદાગીરીને લઈને લીધા છે. દેશના શિક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી નવી માર્ગદર્શિકા અનુસાર, કોચિંગ સંસ્થાઓ સારા ગુણ અથવા રેન્કની બાંયધરી જેવી ગેરમાર્ગે દોરનારા વચનો આપીને 16 વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં આપી શકે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
apply