JEE ફેઝ ત્રણ અને ફેઝ ચારની પરીક્ષાઓની તારીખ થઈ જાહેર
Live TV
-
ફેઝ ત્રણની જેઇઇ પરીક્ષા 20 જુલાઇથી 25 જુલાઇ વચ્ચે યોજાશે. અને ફેઝ ચારની પરીક્ષા 27 જુલાઇથી બીજી ઓગસ્ટ વચ્ચે યોજાશે.
કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે લાઇવ સેશનમાં જેઇઇ ફેઝ ત્રણ અને ફેઝ ચારની પરીક્ષાઓની તારીખની આજે જાહેરત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ફેઝ ત્રણની જેઇઇ પરીક્ષા 20 જુલાઇથી 25 જુલાઇ વચ્ચે યોજાશે. અને ફેઝ ચારની પરીક્ષા 27 જુલાઇથી બીજી ઓગસ્ટ વચ્ચે યોજાશે. તેમણે જણાવ્યું છે કે જે વિદ્યાર્થી કોઇક કારણસર ફેઝ ત્રણની પરીક્ષા આપવા માટે અરજી નથી કરી શક્યા. તેઓ પણ નોંધણી કરાવી શકશે. ફેઝ ત્રણ માટેનું રજીસ્ટ્રેશ પોર્ટલ આજથી શરૂ થશે. અને 8 જુલાઇ સુધી ખુલ્લુ રહેશે. તે જ પ્રમાણે જે વિદ્યાર્થી ઓ ફેઝ ચારની પરીક્ષા માટે નોંધણી નથી કરી શક્યા. તેમના માટે 9 થી 12 જુલાઇ વચ્ચે નોંધણી પોર્ટલ ખુલ્લુ રહેશે.
