કેન્દ્રની મોદી સરકારે ઐતિહાસિક નિર્ણય લેતા સહકારીતા મંત્રાલયની કરી રચના
Live TV
-
કેન્દ્ર સરકારે સહકારથી સમૃધ્ધીની કલ્પનાને સાકાર કરવા માટે અલગ સહકાર મંત્રાલય બનાવ્યું છે. આ મંત્રાલય દેશમાં સહકારીતા આંદોલનને મજબુત કરવા અલગ વહીવટી, કાનુની અને નિતીગત માળખુ ઉપલબ્ધ કરાવશે.
કેન્દ્ર સરકારે સહકારથી સમૃધ્ધીની કલ્પનાને સાકાર કરવા માટે અલગ સહકાર મંત્રાલય બનાવ્યું છે. આ મંત્રાલય દેશમાં સહકારીતા આંદોલનને મજબુત કરવા અલગ વહીવટી, કાનુની અને નિતીગત માળખુ ઉપલબ્ધ કરાવશે. અને સહકારી સમિતીઓને પાયાના જનઆંદોલન રૂપમાં મજબુત કરવામાં મદદ કરશે. દેશમાં સહકારીતા આધારીત આર્થિક વિકાસ મોડલ પ્રાસંગીક છે. જ્યાં દરેક સભ્યની જવાબદારીની ભાવના સાથે સાથે કામ કરે છે. નવુ મંત્રાલય સહકારી સમિતિ માટે વ્યપારની સુગમતા અને વિશાલ ફલકમાં રાજ્યોની સમિતીઓ ના વિકાસ માટે પ્રક્રિયાઓને સફળ બનાવવા માટે કામ કરશે. ઉલ્લેખનીય છે કે સંવિધાનમાં અનુચ્છેદ 43ના 43 બી હેઠળ સહકારી સમિતિઓનું સંવર્ધન સામેલ છે. સાથે રાજ્ય સહકારી સમિતિઓ ની રચના, સ્વાયત કામકાજ, લોકશાહી નિયંત્રણ, અને વ્યવસાઇ જોગવાઇઓને ઉત્તેજન આપવા નો પ્રયાસ કરશે. કેન્દ્રીયમંત્રી અમિત શાહે અલગ સહકાર મંત્રાલય બનાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે. અમિત શાહે ટ્વીટમાં કહ્યું કે મોદીજીના દુરદર્શી નિર્ણયથી કૃષી અને ગ્રામિણ ક્ષેત્રમાં સમૃધ્ધીની નવી સવાર થશે. અમિત શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ ઐતિહાસીક નિર્ણય સહકારી ક્ષેત્ર અને તેના લોકો ને મજબુત કરશે અને દેશના સહકારી ક્ષેત્રોને નવી ઉચાઇ ઉપર લઇ જશે. રક્ષામંત્રી રાજનાથસિંહે કહ્યું છે કે સહકારી મંત્રાલયની રચનાથી કૃષી ક્ષેત્રના વિકાસ ઉપર જોર દેવામાં આવશે અને તે ખેડુતોના કલ્યાણની દ્રષ્ટીથી ફાયદાકારક સાબિત થશે. માહિતી અને પ્રસારણમંત્રી પ્રકાશ જાવડેકરે આ મંત્રાલયનું સ્વાગત કર્યું હતું.
