બોલિવૂડના 'ટ્રેજેડી કિંગ' દિલીપ કુમારનું 98 વર્ષની વયે નિધન
Live TV
-
બોલિવૂડના પ્રસિદ્ધ અભિનેતા દિલીપ કુમારનું 98 વર્ષની જૈફ વયે વહેલી સવારે નિધન થયું છે. મુંબઇની હિન્દુજા હોસ્પિટલમાં સારવાર દરમિયાન દિલીપ કુમારે સવારે 7.30 વાગે અંતિમ શ્વાસ લીધા હતા.
બોલિવૂડના પ્રસિદ્ધ અભિનેતા દિલીપ કુમારનું 98 વર્ષની જૈફ વયે વહેલી સવારે નિધન થયું છે. મુંબઇની હિન્દુજા હોસ્પિટલમાં સારવાર દરમિયાન દિલીપ કુમારે સવારે 7.30 વાગે અંતિમ શ્વાસ લીધા હતા. 30 જૂને શ્વાસ લેવામાં તકલીફ પડતાં હોસ્પિટલમાં દાખલ થયા હતા. ટ્રેજેડી કિંગ’ તરીકે ઓળકાતા દિલીપ કુમારે 1944માં જ્વારા ભાટા ફિલ્મથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી ને પોતાના પાંચ દાયકાની લાંબી કારકિર્દીમાં તેમણે ‘મુગલ-એ-આઝમ’, ‘દેવદાસ’, ‘નયા દૌર’, ‘રામ ઔર શ્યામ’ જેવી હિટ ફિલ્મો આપી. તેઓ છેલ્લે 1998માં આવેલ ફિલ્મ ‘કિલા’માં જોવા મળ્યા હતા...દિલીપ કુમારનો જન્મ 11 ડિસેમ્બર 1922ના રોજ પાકિસ્તાનના પેશાવરમાં થયો હતો. દિલીપ કુમારનું સાચું નામ યુસુફ ખાન છે. 1966માં દિલીપ કુમારે એક્ટ્રેસ સાયરા બાનો સાથે લગ્ન કર્યા હતા. તેને 1991માં પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 1994માં તેમને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે વર્ષ 2015માં દિલીપ કુમારને પદ્મવિભૂષણથી સન્માનિત કરાયા હતા. વર્ષ 2000માં દિલીપ કુમાર રાજ્યસભાના સાંસદ પણ રહી ચૂક્યા છે. વર્ષ 1949માં આવેલી ફિલ્મ અંદાજથી દિલીપ કુમારને વધુ પ્રસિદ્ધી મળી. 1951માં દિદાર, 1955માં દેવદાસ જેવી ફિલ્મોમાં ભૂમિકાથી તેમને ટ્રેજેડી કિંગની ઓળખ મળી હતી.
