MANN KI BAAT: પ્રધાનમંત્રીએ તહેવારોની ખરીદી સમયે સ્વદેશી વસ્તુને પ્રોત્સાહન આપવા કહ્યું
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે તેમના માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' ના માધ્યમથી દેશનું સંબોધન કર્યું. મન કી બાત કાર્યક્રમનો આ 70મોં ભાગ છે ત્યારે આજે દશેરાના અવસર પર પ્રધાનમંત્રીએ દશેરાની શુભકામનાઓ પાઠવી કાર્યક્રમની શરૂઆત કરી હતી અને કહ્યું કે આ મહામારીના સમયમાં ઘણા તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ લગાવામાં આવ્યા જેમ કે વાર્ષિક મેળાઓ બંધ રાખવામાં આવ્યા, ગણપતિના જાહેર પંડાલ બંધ રાખવામાં આવ્યા, ગજરાતમાં નવરાત્રીના ગરબા બંધ રાખવામાં આવ્યા, રાવણ દહન અને રામલીલા જેવા અનેક તહેવારોની સામુહિક ઉજવણી બંધ રાખી બધા જ તહેવારોને સંયમ સાથે ઉજવ્યા છે અને હજુ પણ ઘણા તહેવારો આવના બાકી છે જેમ કે ઈદ, શરદ પૂનમ, વાલ્મિકી જયંતી, દિવાળી અને ભાઈબીજ જેવા દરેક તહેવારમાં આપડે સંયમથી જ કામ લેવાનું છે. સાથે જ પ્રધાનમંત્રીએ તહેવારોની સીઝનમાં બજારમાં ખરીદી કરતા સમયે સ્વદેશી વસ્તુને વધારે પ્રોત્સાહન આપીને લોકલ માટે વોકલ થવા જણાવ્યું હતું.