UPSCની સીવીલ સેવા પરીક્ષા-2017નું પરિણામ જાહેર
Live TV
-
યુપીએસસી દ્વારા લેવાતી દેશની પ્રતિષ્ઠિત સીવીલ સેવા પરીક્ષા 2017નું પરિણામ આજે થોડી ક્ષણો પહેલાં જાહેર કરવામાં આવ્યું છે.
યુપીએસસી દ્વારા લેવાતી દેશની પ્રતિષ્ઠિત સીવીલ સેવા પરીક્ષા 2017નું પરિણામ આજે થોડી ક્ષણો પહેલાં જાહેર કરવામાં આવ્યું છે. આ પરિક્ષામાં કુલ 990 ઉમેદવારોને સફળ જાહેર કરવામાં આવ્યા છે.
પ્રિલીમ્સ મેઇન્સ અને ઇન્ટરવ્યુના ત્રણ તબક્કામાં લેવાતી આ અઘરી પરીક્ષાઓમાં ગુજરાતના વિદ્યાર્થીઓ પણ સફળતાપૂર્વક પાસ થયા છે. હાલ મળતી માહિતી મુજબ ગુજરાતની મમતા હિરપરાએ 45મો રેન્ક પ્રાપ્ત કર્યો છે. ત્યારે પારીતોષ વ્યાસ 342માં રેન્ક પર અને સફીન હસન 570માં રેન્ક પર, દેવેન કેશવાલા 702માં રેન્ક પર, મોહિત ચાલ 846માં રેન્ક પર અને અમિત 936માં રેન્ક પર પાસ થયા છે.
પરિણામ જાહેર થતાં જ પાસ થયેલા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છવાઇ ગયો હતો તેમજ તેમના પરિવારજનો પણ ખુશ થઈ ગયા હતા અને બાળકોની મહેનતને વખાણી રહ્યા હતા.