CBIએ આઈડીબીઆઈના 15 અધિકારીઓ સામે કેસ દાખલ કર્યો
Live TV
-
I.D.B.I.ના અધિકારીઓએ રૂપિયા 600 કરોડના ગોટાળા કર્યાં હોવાનું C.B.I.ની તપાસમાં બહાર આવ્યું છે.
C.B.I.ના અધિકારીઓએ ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ, બેન્ક ઓફ ઈન્ડિયાના 15 સિનિયર અધિકારીઓ અને બ્રિટીશ, વર્જિનિયા આઈલેન્ડમાં આવેલી એક કંપની અને અન્ય 38 વ્યક્તિઓ સામે કેસ દાખલ કર્યો છે.
I.D.B.I.ના અધિકારીઓએ રૂપિયા 600 કરોડના ગોટાળા કર્યાં હોવાનું C.B.I.ની તપાસમાં બહાર આવ્યું છે. C.B.I. એ ટેલિકોમના ક્ષેત્રની કંપની, એર સેલના સ્થાપક સી. શિવશંકરન પર તથા ફિનલેન્ડ સ્થિત વિન વિન ઓઈ જેવી ખાનગી કંપનીઓ અને તેના ચેરમેન અને મેનેજિગ ડિરેક્ટર્સ સામે પણ કેસ ફાઈલ કર્યો છે.
આ અનુસંધાને CBIના અધિકારીઓ દ્વારા ગાંધીનગર, ચૈન્નઈ, દિલ્હી, મુંબઈ, બેલગામ, હૈદરાબાદ અને જયપુર સહિતના 10 શહેરોમાં આવેલી બેંકના એકમો અને અધિકારીઓના નિવાસસ્થાનની તપાસ કાર્યવાહી ચાલુ છે.