Skip to main content
Settings Settings for Dark

'પ્રોજેક્ટ O2 ફોર ઈન્ડિયા' દ્વારા રાષ્ટ્રીય સ્તરે ઓક્સિજનના પુરતા પુરવઠાની ખાતરી થશે 

Live TV

X
  • કોરોનાની બીજી લહેર દરમિયાન દેશના વિવિધ ભાગોમાં તબીબી ઓક્સિજનની માંગમાં નોંધપાત્ર વધારો થયો હતો. તબીબી ઓક્સિજનની હાલની માંગને પહોંચી વળવા ભવિષ્યમાં પૂરતા પ્રમાણમાં પુરવઠાની ખાતરી કરવા માટે તેનું ઉત્પાદન ખૂબ મહત્વનું બની ગયું છે. ભારત સરકારના પ્રધાન વૈજ્ઞાનિક સલાહકારના કાર્યાલયની પરિયોજના 'પ્રોજેક્ટ O2 ફોર ઈન્ડિયા' એટલે કે ભારતમાં ઓક્સિજન પ્રોજેક્ટ મેડિકલ ઓક્સિજન માંગમાં થયેલ વધારાને પહોંચી વળવા અને દેશની ક્ષમતા વધારવા માટે કાર્યરત હિસ્સેદારોને સક્ષમ કરે છે. 

    'પ્રોજેક્ટ O2 ફોર ઈન્ડિયા' અંતર્ગત ઓક્સિજનનું રાષ્ટ્રીય કન્સોર્ટિયમ ઝિઓલાઇટ્સ, નાના ઓક્સિજન પ્લાન્ટ્સની સ્થાપના, કોમ્પ્રેશર્સનું ઉત્પાદન, અંતિમ પ્રોડક્ટ્સ એટલે કે ઓક્સિજન પ્લાન્ટ્સ, કોન્સન્ટ્રેટર્સ અને વેન્ટિલેટર વગેરે જેવા રાષ્ટ્રીય સ્તરના પુરવઠાની ખાતરી કરે છે. કન્સોર્ટિયમ માત્ર તાત્કાલિક અથવા ટૂંકા ગાળાની રાહત આપવા માટે તૈયાર નથી પરંતુ તે લાંબા ગાળાની સજ્જતા માટે ઉત્પાદન પર્યાવરણને મજબૂત બનાવવા માટે પણ કામ કરી રહ્યું છે. નિષ્ણાતોની એક સમિતિ ભારતીય ઉત્પાદકો, સ્ટાર્ટ-અપ્સ અને એમએસએમઇ માંથી ઓક્સિજન પ્લાન્ટ્સ, કોન્ટ્રેટર્સ અને વેન્ટિલેટર જેવા મહત્વપૂર્ણ ઉપકરણોનું મૂલ્યાંકન કરી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply