અમદાવાદમાં નવાવાડજ વિસ્તારમાં આવેલ શાળાઓનો વાર્ષિકોત્સવ યોજાયો
Live TV
-
કેમ્પસની શાળાઓના વિદ્યાર્થીઓએ ગીત-સંગીત અંગકસરતની કૃતિઓની કલાત્મક રજૂઆતથી તમામ મહેમાનો અને વાલીગણને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
અમદાવાદમાં નવાવાડજ વિસ્તારમાં આવેલ ગણેશ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા તેની સંલગ્ન શાળાઓનો વાર્ષિકોત્સવ ટાઉનહોલ ખાતે યોજાઇ ગયો. જેમાં કેમ્પસની શાળાઓના વિદ્યાર્થીઓએ ગીત-સંગીત અંગકસરતની કૃતિઓની કલાત્મક રજૂઆતથી તમામ મહેમાનો અને વાલીગણને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ચાલુ વર્ષે સંસ્થાની શાળા ગણેશ વિદ્યાલયને જિલ્લાની શ્રેષ્ઠ શાળાઓનું એક લાખનું ઇનામ, DEO દ્વારા જાહેર કરવામાં આવેલું હતું, જેની સંસ્થા દ્વારા તાજેતરમાં પુલવામાં થયેલા CRPF ના જવાનો પરના હુમલામાં શહીદ પરીવાર માટે આર્મી ફંડ માટે રૂપિયા પાંચ લાખની સહાય ગણેશ એજ્યુકેશન દ્વારા જાહેર કરવામાં આવી હતી.