અમદાવાદનો આજે 609મો જન્મદિવસ
Live TV
-
સાબરમતી નદીના કાંઠે વસેલા આ ધબકતા શહેરની સ્થાપના 26મી ફેબ્રુઆરી, 1411માં અહમદશાહ બાદશાહે કરી હતી. અનેક કુદરતી હોનારતો અને અશાંતિમાંથી પસાર થઈને પણ આ શહેર અડિખમ ઊભું છે.
અમદાવાદનો આજે 609મો જન્મદિવસ છે. સાબરમતી નદીના કાંઠે વસેલા આ ધબકતા શહેરની સ્થાપના 26મી ફેબ્રુઆરી, 1411માં અહમદશાહ બાદશાહે કરી હતી. અનેક કુદરતી હોનારતો અને અશાંતિમાંથી પસાર થઈને પણ આ શહેર અડિખમ ઊભું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આજના દિવસે માણેકબુરજની ધજા બદલવાની પરંપરા છે. અમદાવાદના પ્રથમ નાગરિક મેયર બિજલબેન પટેલ તથા કોર્પોરેશનના પદાધિકારીઓ અને માણેકબાગ બાવાના વંશજો દ્વારા માણેકબુરજ ખાતે પૂજા અર્ચના કરવામાં આવી. પુલવામાના આતંકવાદી હુમલામાં શહિદ થયેલા જવાનોની યાદમાં ઉજવણી સંપૂર્ણપણે સાદગીથી કરાશે.