જુનાગઢ ભવનાથમાં મહાશિવરાત્રી કુંભ મેળાનો પ્રારંભ રાજ્યપાલ ઓ.પી.કોહલીના હસ્તે કરવામાં આવ્યો
Live TV
-
રાજ્યપાલે ધ્વજારોહણ કરતાં જ હર હર મહાદેવના નાદ સાથે મેળાનો શુભારંભ થયો હતો. ધ્વજારોહણમાં ભારત સાધુસમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ મુક્તાનંદ બાપુ સહિત અનેક સંતોની ઉપસ્થિતિ હતી.
જુનાગઢ ભવનાથમાં મહાશિવરાત્રી કુંભ મેળાનો પ્રારંભ રાજ્યપાલ ઓ.પી.કોહલીના હસ્તે કરવામાં આવ્યો છે. રાજ્યપાલે ધ્વજારોહણ કરતાં જ હર હર મહાદેવના નાદ સાથે મેળાનો શુભારંભ થયો હતો. ધ્વજારોહણમાં ભારત સાધુસમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ મુક્તાનંદ બાપુ સહિત અનેક સંતોની ઉપસ્થિતિ હતી. રાજ્યપાલશ્રીએ એકાવન ફૂટ રૂદ્રાક્ષના શિવલીંગના દર્શન ખુલ્લા મુક્યા હતા. અને ભવનાથ પ્રવેશદ્વારનું લોકાર્પણ પણ કર્યું હતું. આ શિવરાત્રી મેળાને રાજ્યસરકારે મીની કુંભનું સ્થાન આપતાં જુનાગઢમાં વિશેષ ગ્રાન્ટ ફાળવાઇ છે. આ મેળામાં સ્વચ્છતાને અગ્રીમતા આપવામાં આવી છે. તથા રંગોળી, ચિત્રો અને લાઇટ ડેકોરેશન સાથે વિશેષ સજાવટ કરવામાં આવી છે.