અમદાવાદમાં રવિશંકર કલા ભવન આર્ટ ગેલેરીમાં ચિત્ર પ્રદર્શન
Live TV
-
ઘાટલોડીયાના ધારસભ્ય ભૂપેન્દ્ર પટેલ ખુલ્લું મુક્યું
અમદાવાદમાં રવિશંકર કલા ભવન આર્ટ ગેલેરીમાં બે મિત્રોનું ભગવાન શીવ ઉપર ચિત્ર પ્રદર્શન યોજાયું છે. જેને ઘાટલોડીયાના ધારસભ્ય ભૂપેન્દ્ર પટેલ ખુલ્લું મુક્યું હતું. ઋત્વિક જાદવે બ્લેક અને ઓરંજ કલરનો ઉપયોગ કરીને કેનવાસ ઉપર ભગવાન શીવના ચિત્રો દોર્યા છે. તો ક્રિષ્ના આર્યા નામના કલાકારે પણ ઘણા વર્ષો સાધુઓની વચ્ચે રહીને સાધુઓની રોજીંદી પ્રવૃત્તિઓ ઉપર વોટર કલરથી ચિત્રો દોર્યા છે. 50 થી પણ વધુ ફ્રેમો પ્રદર્શનમાં મુકવામાં આવી છે. 3 દિવસ સુંધી નાગરિકો પ્રદર્શન નિહાળી શકશે.