ડિઝિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા દિવમાં વર્કશોપનું આયોજન
Live TV
-
ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી સંઘ પ્રદેશ દિવમાં નગરપાલિકા દ્વારા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં તમામ સરકારી અધિકારીઓ, વેપારીઓ અને હોટલ એસોસિએશન ટ્રેડર્સના લોકો ઉપસ્થિત રહી ડિજિટલ ટ્રાન્જેક્શન પર ચર્ચા કરી હતી.
દિવ જિલ્લા નાયબ કલેક્ટર અપૂર્વા શર્મા તથા નગરપાલિકાના મુખ્ય અધિકારી વંદના રાવના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં MPCI, CCA મહારાષ્ટ્રની સાથે મળીને ડિજિટલ પેમેન્ટને લઈ જાણકારી આપવામાં આવી હતી.
આપને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડિજિટલ પેમેન્ટની મુહીમ ચલાવી છે.ત્યારથી દીવ વહીવટી તંત્ર દ્વારા ખુબ જ સારી રીતે ડિજિટલ પેમેન્ટ પર કામ કરવામાં આવી રહ્યું છે.