અમદાવાદમાં "વાહનચાલકો ઈંધણ કેવી રીતે બચાવી શકે" વિષય ઉપર સેમિનાર યોજાયો
Live TV
-
જો લોકો માં જાગૃતિ આવે તો ૧૦ થી ૧૫ ટકા જેટલ ઇધણની બચત થઈ શકે છે
પેટ્રોલિયમ કન્ઝર્વેશન રીસર્ચ એસોસિએશન દ્વારા અમદાવાદ વાહન ચાલકો ઇંધણ કેવી રીતે બચાવી શકે , તે અંગે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમા ટ્રાન્સપોર્ટ ક્ષેત્રે સંકળાયેલા સરકારી તેમજ પ્રાઇવેટ સંસ્થાઓના અધિકારીઓ , ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનારમાં વિષય નિષ્ણાંતો દ્વારા, વાહનો કેવી રીતે ચલાવવા, તેની ગતિ મર્યાદા કેટલી રાખવી સહિત , વિવિધ વિષયો ઉપર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. દેશમાં જ્યારે ઇંધણની અછત હોય , ત્યારે જો લોકો માં જાગૃતિ આવે , તો ૧૦ થી ૧૫ ટકા જેટલ ઇધણ ની , બચત થઈ શકે છે.