ગરવા ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ
Live TV
-
હૈયેહૈયુ દળાય તેટલુ માનવમહેરામણ ઉમટ્યુ
ગરવા ગિરનારની ગોદમાં યોજાતી લીલી પરિક્રમાની શરૂઆત દેવ ઉઠી અગિયારસની મધ્ય રાત્રીના 12 વાગ્યે વિધિવત રીતે કરવાના આવી હતી. પરંપરાગત રીતે જૂનાગઢ ભવનાથના ઇટવા ગેટ ,, એટલે કે રૂદરેશ્વર ગેટ થઈ ગુરુ દત્તાત્રેય ભગવાનની પૂજા આરતી કરી , આતશબાજી અને બેન્ડવાજા સાથે ,, પ્રણાલિકા અનુસાર શરૂઆત કરાઈ હતી.રૂદરેશ્વર જાગીર આશ્રમના મહંત ઇન્દ્ર ભારતીજી મહારાજ,, જૂનાગઢ કલેકટર ડૉ. સૌરભ પારધી,, ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ , પરિક્રમાનું વિધિવત પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે ઇન્દ્ર ભારતીજી મહારાજ જણાવ્યું હતું , કે આગામી વર્ષથી પરિક્રમાની શરૂઆત , વહેલી કરવામાં આવશે. એ માટે સાધુ સમાજ એકઠા થઈને નિર્ણય કરશે.અંદાજે 10 લાખ કરતા વધુ શ્રદ્ધાળુઓ એ , પરિક્રમા પૂર્ણ કરી લીધી છે. જ્યારે 2 લાખ કરતા વધુ લોકો , અત્યારે પરિક્રમાના રૂટ ઉપર છે.