સુરતના તાપી નદી કિનારે વિદેશી પક્ષીઓ બન્યા આકર્ષણનું કેન્દ્ર
Live TV
-
ઓસ્ટ્રેલિયાથી આવતા આ પક્ષીઓને "બ્લેક હેડેડ ગલ અને બ્રાઉન હેડેડ ગલ તરીકે ઓળખવામાં આવે છે
સુરતમાં સૂર્યપુત્રી તાપી નદીનો તટ રાજ્યમાં ઘણો પ્રખ્યાત છે. રાજ્યમાં શિયાળામાં શિયાળાની ઋતુ શરૂ થતાની સાથે જ ,વિદેશી પક્ષીઓનું મોટું ઝુંડ અહીં આવે છે અને તટની શોભા વધારે છે. હજારો કિલોમીટરનું અંતર કાપી આ પક્ષીઓ તાપી નદીના તટે પ્રજનન માટે આવે છે. ઓસ્ટ્રેલિયાથી આવતા આ પક્ષીઓને "બ્લેક હેડેડ ગલ અને બ્રાઉન હેડેડ ગલ તરીકે ઓળખવામાં આવે છે. અહીં પ્રજનન માટે આવતા,આ પક્ષીઓને નિહાળવા શહેરીજનો વહેલી સવારે આવી રહ્યા છે. અને સાથે ગાંઠિયા અને લોટ જેવો ખોરાક આ પક્ષીઓને આપી રહ્યા છે. આ ખોરાક ખાવા પક્ષીઓનું મોટું ઝુંડ ,વ્યક્તિની આજુબાજુ આવી જાય છે. શહેરીજનો પણ ,આ પક્ષીઓને ,ખોરાક આપવા માટે ,ઘણા ઉત્સાહીત જોવા મળે છે. જોકે નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ,આ માનવીય ખોરાક આ વિદેશી પક્ષીઓને નુકશાન કરતા હોય છે. વિદેશ થી આવતા આ પક્ષીઓ ,શહેરીજનોમાં ,એક આકર્ષણનું કેન્દ્ર બની ચુક્યા છે. માર્ચ માસથી ઉનાળાની શરૂઆત થશે ,ત્યારે પક્ષીઓનું આ ઝુંડ ,ફરી પોતાના વતન જવા ,રવાના થઈ જશે