દેવદિવાળીની મધ્યરાત્રિના 12 કલાકે લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ થયો
Live TV
-
પરિક્રમાની જૂનાગઢ ભવનાથના ઇટવા ગેટ એટલેજે રૂદરેશ્વર ગેટ થઈ ગુરુ દત્તાત્રેય ભગવાનનું પૂજા આરતી કરી આતિષબાઝી અને બેન્ડવાજા સાથે પ્રણાલિકા અનુસાર શરૂઆત
ગરવા ગિરનારની ગોદમાં યોજાતી લીલી પરિક્રમાની શરૂઆત દેવઉઠી અગિયારશને દેવ દિવાળીના મધ્યરાત્રીના 12 વાગ્યે વિધિવત રીતે શરૂ કરવાના આવી હતી, આ પ્રસંગે સાધુ સંતો અને અધિકારીઓ એ હાજરી આપી હતી.
દેવદિવાળીની મધ્યરાત્રિના 12 કલાકેથી પરિક્રમાનો વિધિવત પ્રારંભ થયો છે. પરંપરાગત રીતે જૂનાગઢ ભવનાથના ઇટવા ગેટ એટલેજે રૂદરેશ્વર ગેટ થઈ ગુરુ દત્તાત્રેય ભગવાન નું પૂજા આરતી કરી આતિષબાઝી અને બેન્ડવાજા સાથે પ્રણાલિકા અનુસાર શરૂઆત કરાઈ હતી, આ પ્રસંગે, રૂદરેશ્વર જાગીર આશ્રમ ના મહંત ઇન્દ્રભારતીજી મહારાજ, જૂનાગઢ કલેકટર ડૉ. સૌરભ પારધી, ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ હાજરી આપી વિધિવત પરિક્રમનું પ્રસ્થાન કરાવ્યું હતું , આ પ્રસંગે ઇન્દ્રભારતીજી મહારાજ જણાવ્યું હતું કે આગામી વર્ષ થી પરિક્રમા ની શરૂઆત વહેલી કરવામાં આવશે એ માટે સાધુ સમાજ એકઠા થઈને નિર્ણય કરશે.
લીલી પરિક્રમાની વિધિવત શરૂઆત ભલે દેવ દિવાળીની મધ્યરાત્રીથી થતી હોય પરંતુ અંદાજે 10 લાખ કરતા વધુ શ્રદ્ધાળુઓએ પરિક્રમા પૂર્ણ કરી લીધી છે જ્યારે 2 લાખ કરતા વધુ લોકો અત્યારે પરિક્રમાના રૂટ ઉપર છે. દર વર્ષે આ પ્રકારની સ્થિતિ સર્જાય છે. જ્યારે ઉદ્દઘાટન હોય છે ત્યારે પુર્ણાહુતી જેવી સ્થિતિ હોય છે. ઉદ્દઘાટનના દિવસે ગણ્યા ગાઠયા યાત્રાળુઓ જ બાકી રહ્યા હોય છે. ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ પણ ઇન્દ્રભારતીજી મહારાજના સુચનને આવકાર્યું હતું.