Skip to main content
Settings Settings for Dark

આજે સોમનાથના સાનિધ્યે કાર્તિકિ પૂર્ણિમાના મેળામાં લોક સાહિત્યની રમઝટ 

Live TV

X
  • ગુજરાત સરકારના ઇન્ડેક્સી વિભાગ દ્વારા સ્થાનીક કલાને પ્રાધાન્ય મળે તેવા શુભ આશય સાથે એક વિશાળ ડોમ તૈયાર કરવામાં આવેલ

    કાર્તિક સુદ એકાદશીથી કાર્તિકિ પૂર્ણિમા સુધી હિરણ નદીના કાંઠે ભગવાન સોમનાથના સાનિધ્યે યોજાતા લોકમેળાનો વિધિવત પ્રારંભ કરતા રાજ્યસભા સાંસદ ચુનીભાઇ ગોહેલ. આ પ્રસંગે જીલ્લા વહિવટી તંત્ર, પોલિસ પ્રશાસન, સ્થાનીક અને સામાજીક અગ્રણીઓ બહોળી સંખ્યામાં હાજર રહેલા હતા, ગુજરાત સરકારના ઇન્ડેક્સી વિભાગ દ્વારા સ્થાનીક કલાને પ્રાધાન્ય મળે તેવા શુભ આશય સાથે એક વિશાળ ડોમ તૈયાર કરવામાં આવેલ હતો. જેમનુ ઉદ્ધાટન વેરાવળ પાટણ સંયુક્ત નગર પાલીકા પ્રમુખ મંજુલાબેન સુયાણી દ્વારા કરવામાં આવેલ. પંચદેવ મંદિર સેલ્ફી પોઇન્ટ સહિત ના વિવિધ આકર્ષણો થી લોકોમાં અનેરો ઉત્સાહ છવાયો છે, જ્યારે પાંચ દિવસ આવનાર લોકો માટે વિશેષ વ્યવસ્થા, સફાઇ તથા સ્વચ્છતા જાળવવા માટે શ્રી સોમનાથ ટ્રસ્ટના અધિકારી કર્મચારીઓ દ્વારા વિશેષ કામગીરી કરવામાં આવશે. 

    લોકમેળાનો આજે વિધિવત પ્રારંભ કરાયો

    સોમનાથ સાંનિઘ્‍યે પરંપરાગત ૬૩ માં કાર્તિકી પૂર્ણીમાના મેળાને સાંસદ સહિતના આગેવાનોએ ખુલ્‍લો મુકયો. સોમનાથ સાંનિઘ્‍ય પાંચ દિવસીય કાર્તીકી પૂર્ણીમાના મેળામાં પાંચ દિવસ સુઘી લોકોનો સમુદ્ર ઘુઘવાશે. મેળામાં સરદાર પટેલની તથા સોમનાથ મંદિરના ઇતિહાસની ઝાંખી કરાવતી ફોટો ગેલેરી પ્રદર્શન ખુલ્લુ મુકાયુ. મેળામાં સ્વચ્છતાનો સંદેશ ફેલાવવા માટે પીએમ નરેન્‍દ્ર મોદી અને સીએમ વિજય રૂપાણીના સ્‍ટેચ્‍યુ દર્શાવતો ખાસ સેલ્ફી પોઈન્ટ પણ ખુલ્‍લો મુકાયો.
    જગવિખ્‍યાત સોમનાથ મહાદેવના સાંનિઘ્‍યે છ દાયકાથી યોજાતા કાર્તીકી પૂર્ણીમાના મેળાનું આજે સાંજે રાજ્યસભાના સાંસદ ચુનીભાઈ ગોહેલ, મહિલા નગરપતિ મંજુલાબેન સુયાણીએ રીબીન કાપી પરંપરાગત મેળાને ખુલ્‍લો મુકી પ્રારંભ કરાવ્યો હતો. આ મેળો આજથી આગામી પાંચ દિવસ સુઘી ચાલશે જેમાં પંથક સહિત રાજયના લોકોનો સમુદ્ર ઘુઘવાતા રૂપે ઉમટી પડશે.

    કાર્તિક સુદ એકાદશીથી કાર્તિકિ પૂર્ણિમા સુધી હિરણ નદીના કાંઠે ભગવાન સોમનાથના સાનિધ્યે યોજાતા લોકમેળાનો આજે વિધિવત પ્રારંભ કરાયો છે. પંચદેવ મંદિર સેલ્ફી પોઇન્ટ સહિત ના વિવિધ આકર્ષણો થી લોકોમાં અનેરો ઉત્સાહ છવાયો છે, જ્યારે પાંચ દિવસ આવનાર લોકો માટે વિશેષ વ્યવસ્થા, સફાઇ તથા સ્વચ્છતા જાળવવા માટે શ્રી સોમનાથ ટ્રસ્ટના અધિકારી કર્મચારીઓ દ્વારા વિશેષ કામગીરી કરવામાં આવશે.
    મેળામાં વિવિધ સ્થળોએ સ્વચ્છતા અંગે લોકોમાં જાગૃતિ આવે તે હેતુસર પીએમ નરેન્‍દ્ર મોદી અને સીએમ વિજય રૂપાણી સ્‍વચ્‍છતાનો સંદેશો અાપતા હોય તેવા સેલ્‍ફી પોઇન્‍ટો પણ લોકો માટે ખુલ્‍લા મુકાયા છે. મેળાના પ્રારંભે આ પ્રકારના સેલ્‍ફી પોઇન્‍ટો પર આગેવાનોએ સેલ્‍ફી લઇ સ્‍વચ્‍છતાનો સંદેશો વહેતો કર્યો હતો. 

    સોમનાથ બાયપાસ ચોકડીએ સદભાવનાના વિશાળ ગ્રાઉન્‍ડમાં યોજાઇ રહેલ કાર્તીકી પુર્ણીમાના મેળામાં લોકોને આર્કષણરૂપ ચકડોળ, ફજર-ફારખા, ટોરાટોરા જેવી વિવિધ રાઇડસો, સરદાર પટેલ અને સોમનાથ મંદિરના ઇતિહાસ દર્શાવતી ફોટો પ્રદર્શની, હેન્ડીક્રાફ્ટ સ્ટોલ, ઓડીયો વિઝયુલ પ્રદર્શનને પણ ખુલ્‍લુ મુકાયેલ. તો બીજી તરફ છેલ્લા 25 વર્ષ થી આ મેળામાં પરિવાર સાથે આવતા સ્થાનિક અગ્રણી એ મેળા અંગે પોતાના પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, આ મેળો લુંટ મેળો ન બને તે માટે જવાબદાર તંત્ર એ યોગ્ય તકેદારી રાખવી પડે.

    આજે મેળાનાં પ્રથમ દિવસે મેઘાબેન ભોસલેએ લોક સાહિત્યની રમઝટ બોલાવી હતી. તંત્ર દ્રારા તા.૨૨ અને ૨૩ ના રોજ રાસગરબા તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આ મેળામાં સુરક્ષાને લઇ 20 થી વઘુ સીસીટીવી કેમેરા તથા 1 ડીવાયએસપી, 2 પીઆઇ સહિત 100 થી વઘુ પોલીસ સ્‍ટાફ, મહિલા પોલીસ, હોમગાર્ડના જવાનોનો ચુસ્‍ત બંદોબસ્‍ત ગોઠવવામાં આવેલ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2025 Max Temp : °C Min Temp : °C
apply