અમદાવાદમાં 'વોક ફોર વોટ' રેલીનું આયોજન
Live TV
-
મતદાન જાગૃતિ કેળવાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજન
23મી એપ્રિલના રોજ યોજાનારી લોકસભા ચૂંટણીમાં લોકોમાં મતદાન અંગે જાગૃતિ કેળવાય તેવા આશય સાથે અમદાવાદ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા વોક ફોર વોટ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી ડૉ. વિક્રાંત પાંડેએ આ રેલીને પ્રસ્થાન કરાવી જણાવ્યું હતું કે, વધુમાં વધુ લોકો મતદાન કરે અને લોકશાહીને મજબૂત બનાવે તેવા આશય સાથે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીમાં મોટી સંખ્યામાં યુવાનો મતદાન જાગૃતિના પોસ્ટર અને બેનર વગેરે લઈને જોડાયા હતા. બાળકોએ સ્કેટિંગ કરીને રેલીનું નેતૃત્વ લીધું હતું અને રેલીનું સમાપન ગુજરાત યુનિવર્સિટીના ઉપાસના રંગમંચ ખાતે થયું હતું. જ્યારે મતદાન જાગૃતિની થીમ સાથે મ્યૂઝિકલ નાઈટ યોજાઈ હતી. જેમાં યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.