બ્લેકહોલ અંગે અમદાવાદ સાયન્સ સીટી ખાતે સેમીનારનું આયોજન
Live TV
-
જાણીતા અવકાશ શાસ્ત્રી જે. જે. રાવલે વિદ્યાર્થીઓને માહિતી આપી
અંતરિક્ષ, તારાગણ અને પૃથ્વીના અસ્તિત્વને જાણવા માનવી કાયમ ઉત્સુક કહે છે. આ બ્રહ્માંડમાં અનેક ખગોળીય ઘટનાઓ થતી રહે છે. જેના કારણે અનેક તારાઓનું નિર્માણ થતું રહે છે. પણ બ્રહ્માંડની ખગોળીય ઘટનામાં બ્લેકહોલ કાયમ રહસ્યમય હોય છે. આ બ્લેકહોલ માટે વિવિધ થીયરીઓ અસ્તિત્વમાં આવી અને આપણા દેશના વૈજ્ઞાનિક એસ. ચંદ્રશેખરથી માંડી વિદેશના સ્વ. સ્ટીફન હોકિંગ્સ સહિત અનેક વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યા છે. જો કે, બ્લેક હોલ નો પ્રથમ ફોટો તાજેતરમાં જ હાવર્ડના વૈજ્ઞાનિકોએ લીધો અને બ્લેક હોલ વિશેના જ્ઞાનમાં વધારો કર્યો. આ બ્લેકહોલ અંગે અમદાવાદ સાયન્સ સીટી ખાતે એક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જાણીતા અવકાશ શાસ્ત્રી જે. જે રાવલે બ્લેક હોલ અંગે વિદ્યાર્થીઓ અને વૈજ્ઞાનિકોને માહિતી આપી હતી.