અમદાવાદમાં શેરી ગરબાની ધૂમ, નોર્થ બોપલમાં ખેલૈયાઓએ કરી જમાવટ
Live TV
-
આજે નવમુ નોરતું, માં સિદ્ધિદાત્રીની પૂજા
અમદાવાદ - વિશ્વના સૌથી લાંબો નૃત્ય મહોત્સવ તરીકે જેની આગવી ઓળખ થઈ ચૂકી છે તેવા નવરાત્રિ ગરબા મહોત્સવનો જોશ પૂરબહારમાં રાજ્યભરમાં છવાયેલો છે. મોડી રાત સુધી વિવિધ પ્રકારે ગરબા રમતાં ખૈલેયાઓને નજરોનજર ઘૂમતાં જોવાં મળે છે. ગરબાની વાત કરીએ તો અમદાવાદ જેવા મેટ્રો સિટીમાં એકતરફ શેરી ગરબાની સાદાઈ પણ જોવા મળે અને શહેરના નામાંકિતો જ્યાં સહપરિવાર રમતાં જોવા મળે તેવા ક્લબ ગરબા પણ જોવા મળે છે. અમદાવાદના નોર્થ બોપલ વિસ્તારમાં શેરી ગરબાની રમઝટ જોવા મળી રહી છે..અહી વિવિધ સોસાયટીઓમાં શેરી ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યુ છે.જેમાં નાના બાળકોથી માંડીને વૃદ્ધો પણ ગરબાના તાલે ઝૂમતા જોવા મળી રહ્યા છે.નોર્થ બોપલમાં આવેલી ગાર્ડન પેરેડાઈઝ સોસાયટીમાં મા આદ્યશક્તિની આરાધનાની સાથે સોસાયટીના સભ્યોએ નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કર્યુ...નવરાત્રીમાં ગરબા મંડળોમાં ગરબે ઘૂમવા અને હરીફાઈ જમાવવા માટે ખેલૈયાઓ અવનવા સ્ટેપ અને અવનવી સ્ટાઈલથી ગરબે ઘૂમતા જોવા મળ્યા..અમદાવાદમાં પોળોના ગરબામાં અને કલબના ગરબામાં જૂદા જૂદા સ્ટેપ જોવા મળે છે, પોળોના ગરબામાં હુડો, ત્રણ તાળી, ટીટોડો અને પોપટીયુ જેવા જૂના ગરબા સ્ટેપ જોવા મળે છે. જ્યારે કલબ ગરબામાં દર વર્ષે નવા સ્ટેપનો ઉમેરો થાય છે, જેમાં આ વર્ષે જેઠાલાલા, છોગાળા જેવા સ્ટેપ જોવા મળે છે.
(ફોટો સ્ટોરી - ગાર્ડન પેરેડાઈઝ, નોર્થ બોપલ)
અમદાવાદમાં વિવિધ ક્લબોમાં અલગ પાર્કિંગ વ્યવસ્થા
નવરાત્રી દરમિયાન ક્લબમાં વઘતા ઘસારાને પહોંચી વળવા માટે પાર્કિગ માટેની અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. આ વખતે શહેરની ઘણી બધી ક્લબે પોતાના સભ્યો માટે મર્યાદિત સંખ્યામાં ઉજવણી કરવાનું નક્કી કર્યું છે. આ માટે મહેમાની સંખ્યા પણ મર્યાદિત કરી દેવામાં આવી છે. આ ઉપરાંત સભ્યો માટે ક્લબ ઈવેન્ટની સંખ્યા પણ ઘટાડી દેવામાં આવી છે. ગત વર્ષ જેવું આ વખતે નથી.જેના કારણે રસ્તામાં ટ્રાફિકની સમસ્યા પણ ખૂબ જ હળવી થઈ ગઈ છે..આજે નવમુ નોરતું, માં સિદ્ધિદાત્રીની કરાશે પૂજા તો દશેરાની પણ આજે જ કરાશે ઉજવણી
નવરાત્રીનું આજે નવમુ નોરતુ છે. મા દુર્ગાના નવમા સ્વરૂપમાં સિદ્ધીદાત્રીની પૂજા અર્ચના કરવામાં આવે છે. મા સિદ્ધદાત્રીના દર્શન માટે , મંદિરોમાં ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે. યાત્રાધામ અંબાજીમાં આઠમના પવિત્ર પ્રસંગે, મોટી સંખ્યામાં ભાવિકોએ મા અંબાના દર્શન કર્યા. આઠમા નોરતે ચાચર ચોકમાં 501 દીવડાની મહાઆરતી કરવામાં આવી. સતત બીજા દિવસે 501 દીવડાની આરતી નિહાળીને શ્રદ્ધાળુઓ પ્રભાવિત થયા હતા. ભાવનગરની કે.કે.સ્કૂલ ઓફ બ્લાઈન્ડ દ્વારા ગરબા મહોત્સવની ઉજવણી કરવામાં આવી. જેમાં નેત્રહીન બાળકો મન મુકીને ગરબે ગુમ્યા હતા. આ રીતે શાળામાં છેલ્લા 15 વર્ષથી અંધ બાળકો માટે ગરબા મહોત્સવનું આયોજન થાય છે.. જેમાં અંધ બાળકો ખુબજ ઉત્સાહથી ભાગ લે છે..